ભુજનું સ્મૃતિવન વૈશ્વિક સ્તરે ઝળહળ્યું, વિશ્વના ટોપ 3 સંગ્રહાલયમાં સ્મૃતિવનનો સમાવેશ
Bhuj Smritivan: ભુજનું સ્મૃતિવન વૈશ્વિક સ્તરે ઝળહળ્યું છે. સ્મૃતિવન સંગ્રહાલયને @PrixVersailles 2024 એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું છે. વિશ્વના ટોપ 3 સંગ્રહાલયમાં સ્મૃતિવનનો સમાવેશ થાય છે.
સ્મૃતિવન મ્યુઝિયમ શું છે?
ઓફિશિયલી રીતે વર્ષ 2001ના ભૂકંપમાં 12,932 લોકોએ જીવ ગુમાવ્યો હતો અને . ભૂકંપમાં 1,64,000 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેની અસર 890 ગામોને અસર થઈ છે. ઐતિહાસિક જે ઈમારતો અને મંદિરોનો નાશ થયો હતો. કરોડો લોકો માનસિક રીતે અને શારીરિક રીતે પ્રભાવિત થયા હતા. લોકોની યાદમાં મોદીએ આ મ્યુઝિયમ બનાવાનો વિચાર કર્યો હતો. તમને જણાવી દઈએ કે મ્યુઝિયમની ફ્લોર અને દિવાલો સ્થાનિક બેસાલ્ટિક ખડકોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમાં એવી કલાકૃતિઓ બતાવવામાં આવી છે કે જેમાંથી ભૂકંપની તીવ્રતા કેટલી હતી તે સમયે તે સમજી શકાય. આ સ્મૃતિવનને એક ટેકરી પર બનાવવામાં આવ્યું છે. હાલ તો ભુજનું સ્મૃતિવન વૈશ્વિક સ્તરે ઝળહળી ઉઠ્યું છે. સ્મૃતિવન સંગ્રહાલયને @PrixVersailles 2024 એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું છે.