November 22, 2024

ચીનમાં આગમાં હોમાઈ 25 જિંદગી, સ્થાનિક તંત્ર પાસે નથી ઘાયલ લોકોના આંકડા

ચીનમાં આગની મોટી દુર્ઘટના બની છે. સ્થાનિક સરકારે આપેલી માહિતી અનુસાર ચીનના દક્ષિણપૂર્વ જિયાંગસી પ્રાંતમાં લાગેલી આગમાં ઓછામાં ઓછા 25 લોકોના મોત થયા છે. જોકે સ્થાનિક તંત્ર પાસે ઘાયલ લોકોનો કોઈ આંકડો નથી.

25 લોકોના આગમાં મોત
ચીનના દક્ષિણ જિયાંગસી પ્રાંતમાં બુધવારે તારીખ 24-1-2024ના કેટલીક દુકાનોમાં લાગેલી ભીષણ આગને કારણે 25 લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ પણ થયા હોવાની માહિતી મળી રહી છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરી દેવામાં આવ્યા છે. સ્થાનિક ફાયર વિભાગે જણાવ્યું કે આ દુર્ઘટના બાદ બચાવકર્મીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા અને આગને કાબૂમાં લીધી છે. થોડા જ દિવસો પહેલા શનિવાર તારીખ 20-1-2024ના આગ લાગવાના કારણે 21 લોકોના મોત થયા હતા. ફરી એક વખત આગના કારણે લોકો મોત મળ્યું છે. જો કે સરકારે એ નથી જણાવ્યું કે કેટલા લોકો ઘાયલ થયા છે.

આ પણ વાચો: યુક્રેનિયન કેદીઓને લઈ જતું રશિયન વિમાન ક્રેશ, તમામ કેદીઓના મોત

ભીષણ આગમાં હોમાયા હતા 13 લોકો
ચીનમાં રાત્રે તારીખ 19-1-2024ના રાતે 11 વાગ્યે હેનાનના યાનશાનપુ ગામની યિંગકાઈ સ્કૂલમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે. શિન્હુઆ ન્યૂઝ એજન્સીએ આજે સવારે તારીખ 20-1-2024ના આ માહિતી આપી હતી. અત્યાર સુધીમાં 13 લોકોના મોત થઈ ગયા છે. શિન્હુઆ ન્યૂઝ એજન્સીએ આપેલી માહિતી અનુસાર સ્થાનિક ફાયર વિભાગને રાત્રે 11 વાગ્યે હેનાનના યાનશાનપુ ગામની યિંગકાઈ સ્કૂલમાં આગની માહિતી મળી હતી. અત્યાર સુધીમાં 13 લોકોના મોત અને એક વ્યક્તિ ઘાયલ થયો છે. આ બાદ પોલીસે કાર્યવાહી કરી છે અને શાળાના હેડને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.

ગુજરાતનો ગોઝારો ગુરુવાર
ગુજરાતમાં આવેલા વડોદરામાં તારીખ 19-1-2024ના રોજ 12 બાળકો સહિત એક શિક્ષિકા અને મહિલા સુપરવાઇઝર મળી કુલ 14ના હરણી તળાવમાં મોત થયા હતા. આ પહેલા મોરબી બ્રિજ દુર્ઘટના બની હતી. જેમા સરકારી ચોપડે 135 લોકોનાં મૃત્યુ થયાં હતા, પરંતુ સ્થાનિક લોકોનો અંદાજ છે કે 150થી વધુ લોકોના આ બ્રિજ દુર્ઘટનામાં મોત થઈ ગયા હતા. આ બનાવ પહેલા તક્ષશિલા કાંડ સુરતમાં થયો હતો તેમાં 22 વિદ્યાર્થીઓનાં મૃત્યુ થયાં હતાં.

આ પણ વાચો: પાકિસ્તાનના ક્વેટામાં બ્લાસ્ટ, 9 લોકો ઘાયલ