May 18, 2024

પાકિસ્તાનનો વળતો હુમલો, ઈરાનના અડ્ડાઓ પર બોંબમારો

ઈરાનની એરસ્ટ્રાઈક બાદ પાકિસ્તાને વળતો જવાબ આપ્યો છે. સ્થાનિક મીડિયાએ દાવો કર્યો છે કે પાકિસ્તાને ઈરાનમાં ઘણા આતંકવાદીના સ્થળ પર હુમલો કર્યો છે. જોકે આ હુમલો કયારે અને ક્યાં કરવામાં આવ્યો તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી મળી નથી. સ્થાનિક મીડિયાએ આપેલી માહિતી અનુસાર ઈરાનમાં બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA) આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવીને હુમલો કરાયો છે.

પાકિસ્તાને લગાવ્યો ઈરાન પર આરોપ
પાકિસ્તાની મીડિયા મળતા અહેવાલ અનુસાર, આ હુમલા ઈરાનમાં બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA) આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવીને હુમલો કરવામાં આવ્યો છે. બીજી બાજૂ પાકિસ્તાને દાવો કર્યો છે કે બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA), બલૂચિસ્તાન લિબરેશન ફોર્સ (BLF) જેવા બલૂચ અલગતાવાદી જૂથો ઈરાનની અંદર સક્રિય જોવા મળ્યા છે. જેઓ પાકિસ્તાન વિરોધી ગતિવિધિઓ અને કાવતરાં રચવામાં સામેલ છે. આ સાથે પાકિસ્તાને દાવો કરતા કહ્યું કે ઈરાન આવા સંગઠનોને આશ્રય આપીને મદદ કરી રહ્યું છે. જોકે ઈરાને આવા તમામ દાવાઓને નકારી દીધા છે.

આ પણ વાચો: જેલમાં બંધ ઈમરાન ખાન બધાને ચોંકાવી દેશે, ચૂંટણી પહેલા પ્લાન C તૈયાર

ઈરાને કરી હતી એરસ્ટ્રાઈક
આ પહેલા ઈરાને પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવીને એરસ્ટ્રાઈક કરી હતી જેમાં બે બાળકોના મોત થયા હતા. તો ત્રણ લોકો ઘાયલ થયા હતા. તે સમયે પાકિસ્તાને આ હુમલાની સખત નિંદા કરી હતી. પાકિસ્તાને વિદેશ મંત્રાલયમાં ઈરાનના પ્રભારી રાજદૂતને બોલાવીને ‘તેના એરસ્પેસના ઉલ્લંઘન’ની સખત નિંદા કરી હતી. પાકિસ્તાન અને ઈરાન બંને વચ્ચે ખૂબ સારા સંબંધો હતા. 1947માં પાકિસ્તાનની આઝાદી પછી પાકિસ્તાન અને ઈરાન વચ્ચેના સંબંધો વધુ સારા બન્યા હતા. પરંતુ આ તમામ વાતો વચ્ચે સવાલ એ ચોક્કસથી થાય કે શુ થયું એવું કે પાકિસ્તાન અને ઈરાન વચ્ચે મીઠા સંબંધો માંથી ખટાશ જેવા સંબંધો થઈ ગયા? ઈરાનના સરકારી મીડિયાએ આપેલી માહિતી અનુસાર, ઈરાને મંગળવારે તારીખ 16-1-2024 ના પાકિસ્તાનમાં એક જેહાદી જૂથ પર મિસાઈલ અને ડ્રોનથી હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. જે બાદ પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે આ હુમલાની નિંદા પણ કરી છે. જેમાં તેમણે કહ્યું કે ઈરાને ‘કોઈપણ કારણ વગર’ પાકિસ્તાની એરસ્પેસનું ઉલ્લંઘન કર્યું છે. ત્યારે ઈસ્લામાબાદે પણ આ હુમલાની નિંદા કરી છે. નિંદા કરતા કહ્યું કે બે બાળકો માર્યા ગયા અને ત્રણ ઘાયલ થયા છે.

આ પણ વાચો: પાકિસ્તાનના ક્વેટામાં બ્લાસ્ટ, 9 લોકો ઘાયલ