શિયાળો શરૂ થતા પહેલાં બાઈક માટે આટલું કરો, ઠંડીમાં પણ આપશે મસ્ત પર્ફોમન્સ
Bike Winter Care: વિન્ટર સિઝન શરૂ થતા વાહનમાં પણ એની એક અસર જોવા મળે છે. ઘણા લોકોને એ ફરિયાદ કરતા સાંભળ્યા હશે કે, સવારમાં ગાડી સ્ટાર્ટ થતી નથી. ખાસ કરીને ટુ વ્હીલર્સમાં આ મુશ્કેલી દરેકને થઈ હશે. ઠંડીના કારણે ઘણા બાઈકર્સને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હશે. વિન્ટર શરૂ થાય એ પહેલા જરૂરી ફેરફાર કરવાનું કેટલાક ઓટો એક્સપર્ટ કહે છે. જેના કારણે બાઈકના પર્ફોમન્સમાં પણ ફેર પડે છે. આવી કેટલીક ટિપ્સ અંગે જાણીએ.
ઓઈલ એન્જિન
શિયાળામાં એન્જિન ઓઈલ ઘટ્ટ થઈ શકે છે, જેના કારણે એન્જિન પર વધુ દબાણ આવે છે. એન્જિન પર વધુ પડતા દબાણને કારણે માઇલેજ ઘટી શકે છે. તેથી શિયાળાની શરૂઆતમાં, જૂના એન્જિન ઓઈલને યોગ્ય ગ્રેડના નવા એન્જિન તેલ સાથે બદલો જે ઠંડીમાં પણ સરળતાથી વહી શકે છે.
એર ફિલ્ટર
એર ફિલ્ટરને નિયમિતપણે સાફ કરવું જોઈએ. તેના પર ધૂળ અને ગંદકી જમા થાય છે, જેના કારણે એન્જિનને પૂરતી હવા મળતી નથી અને પછી બાઇકના માઇલેજ પર અસર પડે છે. ઠંડી શરૂ થાય તે પહેલાં એર ફિલ્ટરને સાફ કરવું અથવા બદલવું એ સારો વિચાર છે. આ કારણે, એન્જિન યોગ્ય રીતે કામ કરે છે અને બાઇક સારી માઇલેજ આપે છે.
સ્પાર્ક પ્લગ અંગે
જો બાઇકનો સ્પાર્ક પ્લગ યોગ્ય રીતે કામ ન કરે તો એન્જિનની ઇગ્નીશન પ્રક્રિયા પ્રભાવિત થાય છે, તે રફતારને ધીમી પડી શકે છે. જેના કારણે ઈંધણ સ્ટેબલ થવામાં વધુ સમય અને ગાડી ફયૂલ ખાસે. તેથી ઠંડી શરૂ થાય તે પહેલાં, સ્પાર્ક પ્લગને તપાસો અને જો જરૂરી હોય, તો તેને બદલો.
આ પણ વાંચો: બાઈકમાં આગળની બ્રેક ક્યારે મારવી જોઈએ,આટલું ખાસ ધ્યાન રાખજો
ટાયરનું દબાણ જાળવી રાખો
શિયાળામાં ટાયરનું દબાણ ઘટી શકે છે, જે બાઇકના સંતુલન અને માઇલેજ બંનેને અસર કરે છે. તેથી, દર અઠવાડિયે તમારી બાઇકના ટાયરનું દબાણ તપાસો અને તેમાં યોગ્ય માત્રામાં હવા ભરો.