October 11, 2024

કારેલા સ્વાદમાં કડવા પણ તેના ફાયદા છે આટલા

Bitter Melon: મોટા ભાગના લોકોને કારેલા ખાવા પસંદ હોતા નથી. પરંતુ તમને કદાચ ખબર નથી કે કારેલા તો ફાયદાકારક છે પણ તેની સાથે તેના પાન પણ ખૂબ જ ફાયદાકારક છે. ચાલો જાણીએ કે કયા રોગોમાં કારેલા ફાયદાકારક છે અને તેનું સેવન કેવી રીતે કરવું

કારેલા કયા રોગોમાં ફાયદાકારક છે?

ડેન્ડ્રફ દૂર કરે છે
ઘણા લોકોને ડેન્ડ્રફની સમસ્યા હોય છે. તેના માટે કારેલા ફાયદાકારક છે. તમે ડેન્ડ્રફ દૂર કરવા માટે તમે કારેલાના રસનો ઉપયોગ કરી શકો છો. તેના માટે તમારે કારેલા કે પછી તેના પાનનો રસ કાઢવાનો રહેશે. આ રસને તમારે માથામાં મિક્સ કરવાનો રહેશે. થોડા જ દિવસમાં તમને ડેન્ડ્રફથી છુટકારો મળશે.

ઘૂંટણના દુખાવામાં ફાયદાકારક
જે લોકો વારંવાર ઘૂંટણની સમસ્યા રહેતી હોય તે કારેલાનો ઉપયોગ કરી શકો છો. કારેલાને તમારે શેકવાના રહેશે. આ પછી તેને વાટીને તમે જે જગ્યાએ દુખાવો હોય તો તે જગ્યાએ તમે લગાવી શકો છો. તેનાથી તમારા સાંધા અને ઘૂંટણના દુખાવામાં રાહત મળે છે.

આ પણ વાંચો: ફણગાવેલા મગને સવારે ખાલી પેટ ખાઓ, થશે આ ફાયદાઓ

મોઢાના ચાંદા દૂર થશે
શરીરની ગરમીના કારણે મોઢામાં ચાંદા વારંવાર થાય છે. જેના કારણે આહાર લેવામાં સમસ્યા થાય છે. ઘણા પ્રકારના ઉપાયો કરવા પછી પણ તમને ફેર નથી પડ્તો તો તમે કારેલાના રસને મોઢામાં લગાવી શકો છો.

પથરી દૂર કરવા મદદ કરે છે
કારેલાનો રસ પીવાથી પથરીના દર્દીને આરામ મળે છે. જો તમે કારેલાનો રસ પીવો છો તો તમે પથરીને દૂર કરી શકો છો.