November 22, 2024

યુપીમાં BJPની ઘેરાબંધી, અમેઠી અને રાયબરેલી બેઠક પર ભાજપની ખાસ નજર

Lok Sabha Election 2024: ગાંધી પરિવારના ગઢ તરીકે ઓળખાતા રાયબરેલી અને અમેઠીમાં આગામી લોકસભા ચૂંટણીના સમીકરણો તાજેતરમાં યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીના કારણે બદલાઇ ગયા છે. આ બેઠકો માટે ભાજપે રણનીતિ અપનાવીને ઘેરાબંધી શરૂ કરી છે. હાલમાં અમેઠી લોકસભા સીટ માત્ર ભાજપ પાસે જ છે, પરંતુ તેમની નજર રાયબરેલી બેઠક પર પણ છે.

પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના ચૂંટણી નહી લડવાના નિર્ણય બાદ ભાજપ આ સીટ પર જીત સરળ માની રહી છે. અહીં ભાજપ સપાના બળવાખોર ધારાસભ્ય મનોજ પાંડેના માધ્યમથી બેઠક જીતવાની ફિરાકમાં છે. બીજી બાજુ ભાજપે અમેઠીમાં સપા ધારસભ્ય રાકેશ સિંહને પોતાના પક્ષમાં લાવીને આ સીટ પર પોતાનો દાવો મજૂબત કર્યો છે. ભારત ગઠબંધનમાં સમાવિષ્ટ સપા ધારાસભ્યોના પક્ષ બદલવાથી કોંગ્રેસ માટે પડકાર વધી ગયો છે. હવે કોંગ્રેસે આ બે બેઠકો માટે પોતાની રણનીતિ બદલવી પડશે.

વિપક્ષને પડકાર
રાજકીય વિશ્લેષકોનું કહેવું છે કે રાજ્યસભાની ચૂંટણી દ્વારા ભાજપે ગાંધી પરિવારની પરંપરાગત બેઠકો રાયબરેલી અને અમેઠીના સમીકરણ બદલવા મજબૂપ કરી દીધી છે. રાકેશ સિંહ અને મનોજ પાંડેના માધ્યમથી ગઠબંધનની વોટબેંકનો ભંગ તો થશે જ, પરંતુ તેમની સામે પડકાર પણ ઉભો કરશે. સૌથી મોટી વાત તો એ છે ગાયત્રી પ્રજપતિ ભલે રાજ્યસભાની ચૂંટણીમાં ગેરહાજર રહ્યાં હતો પરંતુ માનવામાં આવી રહ્યું છે કે ગેરહાજર રહીને ભાજપને એક રીતે મદદ કરી છે, આવી સ્થિતિમાં કોંગ્રેસે પોતાની રણનીતિ બદલવી પડશે. જો પ્રિયંકા ગાંધી રાયબરેલીથી અને રાહુલ ગાંધી અમેઠીથી ચૂંટણી નહીં લડે તો ગઠબંધનને ઉમેદવાર શોધવા માટે ઘણો સંઘર્ષ કરવો પડશે.

ભાજપે એક કાંકરે અનેક નિશાન સાધ્યા
દાયકાઓથી રાયબરેલી અને અમેઠીની રાજનીતિ પર નજર રાખી રહેલા તારકેશ્વર મિશ્રાનું કહેવું છે કે જો રાહુલ ગાંધી અમેઠીમાં ચૂંટણી લડશે તો તેમને મોટા પડકારોનો સામનો કરવો પડશે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની તેમના વિસ્તારમાંજ રહે છે જે દરેક નાના-મોટા કાર્યક્રમમાં તે પોતાના વિસ્તારમાં જ રહે છે. આ ઉપરાંત તેણે વચન મુજબ પોતાનું અહીંના લોકોની સમસ્યાઓ સાંભળી રહી છે. જો રાયબરેલીની વાત કરીએ તો આ વિસ્તારના બ્રાહ્મણોમાં મનોજ પાંડેની મજબૂત પકડ છે, તેથી જ ભાજપે એક કાંકરે અનેક નિશાન સાધ્યા છે. નોંધનીય છે કે 2012ની વિધાનસભા ચૂંટણીમાં તેઓ પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા.ત્યારબાદ તેમણે 2017 અને 2022ની ચૂંટણીઓ પણ જંગી લીડથી જીતી હતી. મનોજ પાંડેનો રાયબરેલી અને આસપાસના જિલ્લાઓમાં પણ સારો પ્રભાવ માનવામાં આવે છે. જ્યારથી ઉંચાહર વિધાનસભા બેઠકની રચના થઇ ત્યારથી ડૉ. મનોજ કુમાર પાંડે અહીંના ધારાસભ્ય છે. મનોજ પાંડે સપાના સ્થાપક મુલાયમ સિંહના વિશ્વાસુ હતા. તેઓ છેલ્લા ઘણા સમયથી સપામાં છે અને જનેશ્વર મિશ્રા અને બ્રજભૂષણ તિવારીના ખાસ રહ્યા છે.