Whiskers India Pvt Ltdના CEO નીજા શાહ ગોસ્વામીની કેવી રહી સફળતાની સફર
અમદાવાદ: ગુજરાતીઓનો ધંધા-બિઝનેસ સાથે લોહીનો સંબંધ છે. ત્યારે ન્યૂઝ કેપિટલ ગુજરાતે આ ગુજરાતીઓની સંઘર્ષગાથા જણાવતી ‘બ્રાન્ડ સ્ટોરીઝ’ નામની નવી સિરિઝ ચાલુ કરી છે. જેમાં અમને તમને જણાવીશું સક્સેસફુલ થયેલા ગુજરાતી બિઝનેસમેનની સફળતાની કહાણી… આ આર્ટિકલમાં વાંચો ‘ Whiskers India Pvt Ltd’ વિશે…
Whiskers India Pvt Ltdના CEO નીજા શાહ ગોસ્વામીએ પોતાની સફળતાની સફરની વાત કરતાં કહ્યું કે, હું બિઝનેસ ફેમિલીમાંથી બિલોન્ગ કરુ છું, પણ મારા હસબન્ડ અને પાર્ટનર રણવિજય સિંહા સર તેમનો આઇડિયા હતો કે લક્ઝરી ગ્રૂમિંગ ઇન્ડસ્ટ્રીઝમાં તેમને કામ કરવું હતું. હું જ્યારે દુબઇમાં હતી ત્યારે મેં એક વસ્તુ સરસ શીખી અને જોઇ, લાઇફમાં નેરેટિવ ખૂબજ ઈમ્પોર્ટન્ટ છે અને આપણે ત્યાં એન્ટરપ્રેન્યોરશીપ તો પહેલાથી જ છે, સ્પેશિયલી અમદાવાદમાં અને ગુજરાતીઓમાં એન્ટરપ્રેન્યોરશીપ રગ રગમાં ભરેલી છે, પણ આપણે થોડા મોટા સ્ટેપ લેતા ગભરાતા હોય છે.
વધુમાં કહ્યું કે, જ્યારે હું બીજી મોટી મોટી બ્રાન્ડ જોઉં ત્યારે મને એમ થતું કે આપણી બ્રાન્ડ ક્યારે બહાર મળશે, કારણ કે હું કેટલીક લક્ઝરી બ્રાન્ડ સાથે કામ કરીને મને એમ જ થતું હતું કે, ઇન્ડિયાની બ્રાન્ડ ક્યારે બહાર આવશે અને આપણે ક્યારે આપણે એ લેવલની ક્વોલિટી બનાવીશું અને લોકો આપણી બ્રાન્ડ લઇને એમ વિચારશે કે ઇન્ડિયાની છે?. વધુમાં કહ્યું કે, 2014માં મેં મારી પોતાની એડવાઈઝમેન્ટ એજન્સી અહીંયા આવીને શરૂ કરી હતી. જેના બેનર હેઠળ મેં લગભગ 400 જેટલી બ્રાન્ડ સાથે કામ કર્યું હતું. ત્યાર બાદ હું 2021માં Whiskers સાથે જોડાઇ. સાથે સાથે 2021માં મારી પ્રોડક્ટ રિલાયન્સ મારફતે માર્કેટમાં આવી હતી. ત્યાર બાદ ખૂબજ જર્ની ટફ રહી છે અને ખૂબજ સ્ટ્રગલ હતી, પણ અત્યારે વાત કરું તો સમગ્ર ઇન્ડિયામાં અમારી 3000 જેટલી પ્રોડક્ટ માર્કેટમાં છે.
વધુમાં કહ્યું કે, અમારી પ્રોડક્ટ વિશે અમને નોલેજ મળ્યું કે આ યુનિસેક્સ પ્રોડક્ટ છે અને ફેમિલીમાં બધા જ યુઝ કરી રહ્યાં છે, એ અમને કન્ઝુમર પાસેથી જાણાવા મળ્યું. અમારી પ્રોડક્ટ માટે રિલાયન્સે અમને ફક્ત 100 સ્ટોર્સ જ આપ્યા હતા અને લગભગ 6 મહિના બાદ 1000 જેટલા સ્ટોર્સ આપી દીધા હતા. ટફ માર્કેટમાં મોટી મોટી કંપનીની પ્રોડક્ટ સામે અમે અમારી બ્રાન્ડની પ્રોડક્ટે જગ્યા બનાવી અને બીજી વાત એ પણ જાણવા મળ્યું કે આ ફક્ત મેલ ગ્રૂમિંગ બ્રાન્ડ પણ આ યુનિસેક્સ બ્રાન્ડ છે.