December 4, 2024

એપલ સાઇડર વિનેગર પીવાથી વજન ઘટી શકે?

Apple Vinegar: એપલ સાઇડર વિનેગર તમારી હેલ્થ અન સ્કિન માટે ખુબ જ ફાયદાકારક છે. એન્ટી બેક્ટીરિયલ અને એન્ટી ઓક્સીડેન્ટ ગુણ રહેલા છે. જેના કારણે બ્લડ શુગરને મેનેજ કરવામાં મદદ કરે છે. એક રિસર્ચ અનુસારા એપલ વિનેગર વજન ઘટાડવામાં, બ્લડ શુગરને ઓછુ કરવામાં અને બ્લડ લિપિડ એટલે કે કોલેસ્ટ્રોલ અને ટ્રાઈગ્લિસરાઈડ્સને ઓછુ કરવામાં ખુબ જ મદદરૂપ સાબિત થાય છે.

સંશોધન શું કહે છે?
લેબનોનના વૈજ્ઞાનિકોના એક જુથે 12 થી 25 વર્ષની વયના વધુ વજનવાળા અને મેદસ્વી લોકોની પસંદગી કરી. 30 લોકોના જૂથને ચાર જૂથોમાં વહેંચવામાં આવ્યું છે. 12 અઠવાડિયા સુધી કંઈપણ ખાતા પહેલા દરરોજ સવારે 250 મિલી પાણીમાં 5, 10 અથવા 15 મિલી એપલ સીડર વિનેગર ભેળવીને પીવા માટે કહેવામાં આવ્યું હતું. એક નિયંત્રણ જૂથને પ્લેસિબો સાથે મિશ્રિત પાણી આપવામાં આવ્યું હતું. જેથી તે સમાન દેખાય અને તેનો સ્વાદ સમાન હોય. આ અભ્યાસ ડબલ બ્લાઈન્ડ રીતે હાથ ધરવામાં આવ્યો.

પરિણામો
એપલ સાઇડર વિનેગરનું પાણી ત્રણ મહિના સુધી વજન ઘટાડવા અને બોડી માસ ઇન્ડેક્સ ઘટાડવા માટે દર્શાવવામાં આવ્યું છે. તે સમયગાળા દરમિયાન જે લોકોએ એપલ સીડર વિનેગરનું સેવન કર્યું હતું. તેમનું વજન 6 થી 8 કિલોગ્રામ ઘટ્યું હતું અને તેમનો BMI 2.7 થી 3 ઘટ્યો હતો. તેની અસર તેમની કમર અને હિપ્સ પર દેખાતી ચરબી પર પણ જોવા મળે છે.

આ સાથે એપલ સાઇડર વિનેગર પીતા જૂથના લોકોમાં બ્લડ ગ્લુકોઝ, ટ્રાઇગ્લિસેરાઇડ અને કોલેસ્ટ્રોલના સ્તરમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. પ્લાસિબો જૂથ કે જેને લેક્ટિક એસિડ પાણી આપવામાં આવ્યું હતું. તેનું વજન અને BMI ઘટ્યું. પરંતુ બ્લડ સુગર અને લિપિડ્સમાં કોઈ ઘટાડો જોવા મળ્યો નથી.

આ અભ્યાસ 12 થી 25 વર્ષના જૂથ પર કરવામાં આવ્યો હતો. તેથી તે કહી શકાય નહીં કે પરિણામ દરેક માટે સમાન હોઈ શકે છે કે નહીં. વળી, જો આ અભ્યાસ ફરીથી કરવામાં આવે તો બરાબર એટલું જ વજન ઘટશે કે નહીં તે પણ કહી શકાય નહીં. એક સમાન દેખાવ બનાવવા અને સ્વાદને સામાન્ય બનાવવા માટે અભ્યાસમાં પ્લેસિબોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પરંતુ તેને સમજવા અને ઓળખવામાં અસમર્થ હતા.