November 21, 2024

ઢાંકપિછોડો કરવા જસ્ટિન ટ્રુડોની કબૂલાત – કેનેડામાં ખાલિસ્તાની અલગાવવાદીઓ હાજર

અમદાવાદઃ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોનું બેવડું પાત્ર ફરી એકવાર સામે આવ્યું છે. ખાલિસ્તાની આતંકવાદીઓને આશ્રય આપવાના આરોપોને લઈને તેમની અને તેમની સરકાર સામે સતત સવાલો ઉભા થઈ રહ્યા છે. તેમણે હંમેશા આવા અલગતાવાદીઓને આતંકવાદી માનવાનો ઇનકાર કર્યો છે અને ભારત પર આવા લોકોની હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ લગાવતા રહ્યા છે. જો કે, હવે તેમણે પોતે જ સ્વીકાર્યું છે કે, કેનેડામાં ખાલિસ્તાનીઓ હાજર છે.

હકીકતમાં ટ્રુડોએ એમ પણ કહ્યું હતું કે, ખાલિસ્તાન તરફી અલગતાવાદીઓ કેનેડામાં શીખ સમુદાયનું પ્રતિનિધિત્વ કરતા નથી. ખાલિસ્તાની અલગતાવાદીઓની હાજરી અંગે ટ્રુડોના સ્વીકારથી ભારતનું વલણ સ્પષ્ટ થાય છે કે, કેનેડાની સરકાર ખાલિસ્તાની તત્વોને આશ્રય આપી રહી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટ્રુડોએ ગયા અઠવાડિયે ઓટાવાના પાર્લામેન્ટ હિલ ખાતે દિવાળીના અવસર પર આયોજિત કાર્યક્રમમાં ભાગ લીધો હતો. અહીં તેમણે ભારતીય ઈમિગ્રન્ટ્સને પણ સંબોધિત કર્યા હતા.

આ પ્રસંગે સંબોધનમાં તેમણે કહ્યું હતું કે, કેનેડામાં ખાલિસ્તાનના ઘણા સમર્થકો છે, પરંતુ તેઓ શીખ સમુદાયનું પ્રતિનિધિત્વ કરતા નથી. અહીં હિંસા, અસહિષ્ણુતા કે ધાકધમકી માટે કોઈ જગ્યા નથી. આપણે એવા નથી. તેમણે એમ પણ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કેનેડામાં હિન્દુ સમર્થકો છે, પરંતુ તેઓ પણ કેનેડામાં હિન્દુ સમુદાયનું પ્રતિનિધિત્વ કરતા નથી.