June 24, 2024

ભારતીય યુવાઓમાં ઝડપથી વધી રહ્યા છે કેન્સરના કેસ, આધુનિક જીવનશૈલી મોટું કારણ?

યુવાઓમાં કેન્સરના વધતા મામલા ઘણા કારણોસર ચિંતાનો વિષય બની રહ્યા છે.

Cancer in india: કેન્સરને લઈને પહેલા માનવામાં આવતું હતું કે આ બીમારી માત્ર મોટી ઉંમરના લોકોને જ પ્રભાવિત કરે છે પરંતુ હવે યુવાઓમાં પણ કેન્સરના કેસ જોવા મળી રહ્યા છે. ઘણી શોધમાં એવું જોવા મળ્યું છે કે કેન્સર યુવા ભારતીયોમાં ધીરે-ધીરે વધી રહ્યું છે. વર્ષ 2023માં બ્રિટિષ મેડિકલ જર્નલમાં પ્રકાશિત એક શોધમાં કહેવામાં આવ્યું હતું કે ભારતમાં બ્રેસ્ટ કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર જેવા કેન્સરના મામલાઓ વધી રહ્યા છે. તેમાં તે પણ જોવા મળ્યું કે માત્ર 30 વર્ષમાં વૈશ્વિક સ્તર પર 50થી ઓછી ઉંમરના લોકોમાં કેન્સરના નવા મામલાઓમાં 79 ટકાની વૃદ્ધિ થઇ છે.

યુવાઓમાં વધતા કેન્સરનું શું છે કારણ?
કેન્સરના વધતા મામલાઓનું પ્રમુખ કારણ આપણી આધુનિક જીવનશૈલી છે. સ્થુળતા ભારતના યુવાઓમાં વધતી મહામારી છે જે 15 પ્રકારના કેન્સરનું કારણ છે. સ્મોકિંગ અને ખુબ જ દારૂનું સેવન પણ કેન્સરનું કારણ બની રહ્યું છે.

આ પણ વાંચો: બુલેટ ટ્રેનની સ્પીડથી ભાગી રહ્યો છે રેલવેનો આ શેર, કિંમતોમાં 6 ટકાનો ઉછાળો

આનુવાંશિક કારણ
જો પરિવારમાં કોઇને કેન્સર રહ્યું છે તો પણ યુવાવસ્થામાં કેન્સરનો ખતરો રહે છે. 5-10 ટકા યુવાઓમાં થનાર કેન્સરનું કારણ આનુવાંશિક છે.

ખાનપાનમાં પણ પોષણની અછત
આજકાલના મોટાભાગના યુવા પ્રોસેસ્ડ ફૂડ ખાય છે જેમાં પોષણ તત્વોની અછત હોય છે. શરીરમાં પોષણ તત્વોની અછતથી સ્વાસ્થ્યને ખુબ જ અસર થાય છે.

યુવાઓમાં વધતા કેન્સરના મામલા ચિંતાનો વિષય
યુવાઓમાં કેન્સરના વધતા મામલા ઘણા કારણોસર ચિંતાનો વિષય બની રહ્યા છે. આવું એટલા માટે કારણ કે કેન્સર સ્ક્રિનિંગ પ્રોગ્રામ વૃદ્ધો માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે. ઘણા મામલાઓમાં એવું થાય છે કે યુવાઓમાં કેન્સરના પારંપરિક લક્ષણો દેખાતા નથી, જેના કારણે કેન્સર વિશે સમયસર જાણકારી મળતી નથી.