July 1, 2024

NEET: નીટ ષડયંત્ર મામલે ગુજરાતના 7 સ્થળોએ CBIનું સર્ચ ઓપરેશન

અમદાવાદ: NEET પેપર લીક મામલે CBIએ આજે મોટી કાર્યવાહી કરતા ગુજરાતમાં સાત સ્થળો પર રેડ પાડી છે. CBIએ ગુજરાતના ચાર જિલ્લા આણંદ, ખેડા, અમદાવાદ અને ગોધરામાં સાત સ્થળો પર શનિવારે સવારે રેડ કરી હતી, આ પહેલા CBIએ શુક્રવારે ઝારખંડમાં એક શાળા પર પણ રેડ કરી શર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું જે બાદ શાળાના આચાર્ય અને ઉપ આચાર્યની પણ ધરપકડ કરી હતી.

સીબીઆઇના અધિકારીઓએ જણાવ્યું કે, હજારીબાગ સ્થિત ઓએસિસ સ્કૂલના પ્રિંસિપાલ એહસાનુલ હકને 5 મેના રોજ રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સી (NTA) દ્વારા આયોજીત મેડિકલ પ્રવેશ પરીક્ષા માટે હજારીબાગના સિટી કોઓર્ડિનટર બનાવાયા હતા. ત્યાં જ સ્કૂલના ઉપ પ્રિસિપાલ ઈમ્તિયાઝ આલમને એનટીએના પર્યવેક્ષક અને ઓએસિસ સ્કૂલના કેન્દ્ર સમન્વયક તરીકે નિયુક્ત કરાયા હતા. નીટ પેપર લીક મામલે સીબીઆઇ એ વધુ પાંચ લોકોની પણ પૂછપરછ કરી છે. અધિકારીઓએ શનિવારે જણાવ્યું કે, પત્રકાર જમાલુદ્દીન અંસારીને કથિત રીતે આચાર્ય અને ઉપ આચાર્યની મદદ કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો: ટાઉન પ્લાનર્સને CM ભૂપેન્દ્ર પટેલની કડક સૂચના, 1 વૃક્ષ કપાય તો 5 વૃક્ષ ઉગાડો

સીબીઆઇ એ નીટના પેપર લીક મામલે છ એફઆરઆઈ નોંધી છે. જેમાંની એક એફઆઇઆર સીબીઆઇ એ કેન્દ્રીય શિક્ષ મંત્રાલયની ફરિયાદ પર પોતે નોંધી છે. ત્યાં જ પાંચ એફઆઇઆર રાજ્ય સરકારોએ નોંધાવી હતી, ત્યાં જ હવે તેની તપાસ પણ સીબીઆઇ દ્વારા કરવામાં આવી રહી છે. સીબીઆઇ એ નીટ પેપર લીક સાથે જોડાયેલા બિહાર, ગુજરાતના એક-એક મામલામાં અને રાજસ્થાનનાં ત્રણ મામલાની તપાસ કરી રહી છે. ઉલ્લેખનિય છે કે, રાષ્ટ્રીય પાત્રતા સહ પ્રવેશ પરીક્ષાનું આયોજન એનટીએ દ્વારા કરાવવામાં આવે છે. જેના આધારે સરકારી અથવા ખાનગી કોલેજોમાં મેડિકલમાં એમબીબીએસ, બીડીએસ અને આયુષ સંબંધી કોર્સોમાં એડમિશન આપવામાં આવે છે.

આ વર્ષે 5 મેના રોજ દેશભરના 571 શહેરોમાં 4750 કેન્દ્રો પર નીટની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું અને 23 લાખથી વધુ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી. જેમાં 14 વિદેશી વિદ્યાર્થીઓ પણ હતા. નીટ પરીક્ષાને લઈ પેપર લીક જેવા ગંભીર આરોપો લાગ્યા છે. જોકે સરકાર તેનાથી અન્કાર કરી રહી છે. મામલો સુપ્રીમ કોર્ટમાં પણ ગયો છે. પરંતુ સર્વોચ્ચ અદાલતે પણ કાઉંસલિંગ પર રોક લગાવવાથી ઇન્કાર કરી દીધો ચે. વિપક્ષ આ મુદ્દે સંસદમાં હંગામો કરી રહ્યું છે અને નીટ પેપર લીકની માગ કરી રહ્યું છે. વિરોધ વધતા સરકારે ગત 23 જૂને નીટ પેપર લીક મામલે પ્રથમ એફઆઇઆર નોંધાવી છે.