ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઈને મોટું અપડેટ, થઈ શકે છે વોટિંગ
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું આયોજન પાકિસ્તાનની ધરતી થવાનું છે જેના કારણે BCCIએ ટીમને પાકિસ્તાન મોકલવાની ના પાડી દીધી છે. સમગ્ર ટુર્નામેન્ટ અન્ય દેશમાં શિફ્ટ કરવામાં આવી શકે છે. બીજી બાજૂ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે હાઇબ્રિડ મોડલને સંપૂર્ણપણે નકારી કાઢ્યું છે. અધિકારીઓ ચેમ્પિયન્સ ટ્રોફી અંગેની અનિશ્ચિતતાના ઉકેલ માટે 26 નવેમ્બરે તેમના ICC અને BCCI સમકક્ષો સાથે વર્ચ્યુઅલ મીટિંગ કરશે. . BCCI દ્વારા ભારતીય ટીમને ટૂર્નામેન્ટ માટે પાકિસ્તાન મોકલવાની ના પાડતા ટૂર્નામેન્ટના શેડ્યુલની જાહેરાત કરવામાં વાર લાગી રહી છે.
આ પણ વાંચો: ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર, રોહિત શર્મા આજે ઓસ્ટ્રેલિયા પહોંચશે
ચેમ્પિયન્સ ટ્રોફી માટે મતદાન થઈ શકે છે
સમયપત્રકના મુદ્દાને ઉકેલવા માટે આ એક્ઝિક્યુટિવ બોર્ડના સભ્યોની વર્ચ્યુઅલ મીટિંગ છે. આ મિટિંગનું આયોજન એટલા માટે કરવામાં આવ્યું છે કારણ કે અંતિમ સ્વરૂપ આપવા માટે ICC પર ઘણું દબાણ થઈ રહ્યું છે. બીસીસીઆઈ દ્વારા સૂચવવામાં આવેલ ‘હાઈબ્રિડ મોડલ’ અપનાવવામાં આવે કે જેમાં ભારત તેની મેચોની યજમાની યુએઈમાં કરશે તે અંગે મતદાન કરવામાં આવી શકે છે.