November 23, 2024

લંડનમાં US એમ્બેસી પાસે શંકાસ્પદ પેકેજ વિસ્ફોટ! બ્રિટનમાં એલર્ટ, ગેટવિક એરપોર્ટ ખાલી કરાવાયું

London Airport Chaos: લંડનની મેટ્રોપોલિટન પોલીસે પુષ્ટિ કરી છે કે નાઈન એલ્મ્સમાં US એમ્બેસી નજીક એક નિયંત્રિત વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. આ ઘટના ત્યારે બની જ્યારે વિસ્તારમાં એક શંકાસ્પદ પેકેજ મળી આવ્યું હોવાની માહિતી મળી હતી. આ ઘટના બાદ ગેટવિક એરપોર્ટને ખાલી કરાવવામાં આવ્યું છે. લંડનમાં યુએસ એમ્બેસીએ કહ્યું: “સ્થાનિક અધિકારીઓ લંડનમાં યુએસ એમ્બેસીની બહાર એક શંકાસ્પદ પેકેજની તપાસ કરી રહ્યા છે. મેટ પોલીસ હાજર છે અને સાવચેતીના ભાગરૂપે પોન્ટન રોડ બંધ કરવામાં આવ્યો છે.

પોલીસે જણાવ્યું હતું કે હુમલામાં કોઈને ઈજા થઈ નથી, પરંતુ દૂતાવાસની પશ્ચિમે એક માર્ગ સાવચેતી તરીકે બંધ કરવામાં આવ્યો હતો, એપીના અહેવાલમાં જણાવાયું છે. લંડનની મેટ્રોપોલિટન પોલીસ સર્વિસનું કહેવું છે કે તે આ ઘટનાની તપાસ ચાલુ રાખી રહી છે.

US એમ્બેસીએ 22 નવેમ્બરની તમામ એપોઇન્ટમેન્ટ્સ રદ કરી
ટ્વિટર પર એક પોસ્ટ જારી કરીને, યુએસ એમ્બેસીએ કહ્યું, “દૂતાવાસ સામાન્ય વ્યવસાયિક કામગીરી પર પાછો ફર્યો છે, સિવાય કે 22 નવેમ્બરની તમામ જાહેર એપોઇન્ટમેન્ટ્સ (વિઝા એપોઇન્ટમેન્ટ, પાસપોર્ટ એપોઇન્ટમેન્ટ અને અન્ય યુએસ નાગરિક સેવાઓ) રદ કરવામાં આવી છે. ફરીથી શેડ્યૂલ કરવા માટે અરજદારોનો ઇમેઇલ દ્વારા સંપર્ક કરવામાં આવશે. “સ્થાનિક અધિકારીઓએ તપાસ કરી અને દૂતાવાસની બહાર એક શંકાસ્પદ પેકેજને દૂર કર્યું.”

US એમ્બેસી મેટ પોલીસનો આભાર માન્યો
યુએસ એમ્બેસીએ મેટ પોલીસનો આભાર માનતા કહ્યું, “તમારી ત્વરિત કાર્યવાહી બદલ આભાર અને આ સમય દરમિયાન તમારા સહકાર અને ધીરજ માટે તમામ મુલાકાતીઓનો આભાર.