January 28, 2025

GSRTC વોલ્વો બસનું પ્રયાગરાજ તરફ પ્રયાણ, CM ભૂપેન્દ્ર પટેલે પ્રથમ વોલ્વો બસનું કરાવ્યું પ્રસ્થાન

Ahmedabad: મહાકુંભ 2025ને લઈ ગુજરાત સરકારની વિશેષ પહેલ છે. ગુજરાત સરકાર દ્વારા અમદાવાદથી પ્રયાગરાજ માટે વોલ્વો બસ સેવા શરૂ કરાઈ છે. CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રથમ વોલ્વો બસનું પ્રયાગરાજ માટે પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે.

ગુજરાત ST નિગમ અને પ્રવાસન નિગમ દ્વારા ચલો કુંભ ચલે વોલ્વો બસ સેવા શરૂ કરવામાં આવી છે. આજથી અમદાવાદથી પ્રયાગરાજ માટે વોલ્વો બસ સેવા શરૂ કરાઈ છે. CM ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર સર્કિટ હાઉસથી પ્રથમ વોલ્વો બસનું પ્રસ્થાન કરાવ્યું છે. ગુજરાત સરકાર રૂ 8100ના પેકેજમાં 3 રાત અને 4 દિવસનું પેકેજ છે. આ સિવાય પ્રયાગરાજમાં રહેવા માટેની વ્યવસ્થા પણ સરકાર દ્વારા કરાશે. એક બસમાં 47 શ્રદ્ધાળુ મુસાફરી કરી શકશે. ST નિગમની વેબસાઇટ www.gsrtc.in પરથી બુકિંગ કરાવી શકશે.

આ પણ વાંચો: શ્રીલંકાએ 34 ભારતીય માછીમારોની ધરપકડ કરી, CM સ્ટાલિને કેન્દ્ર સરકારને કરી મોટી અપીલ