ગુજરાત ડ્રગ્સનું પ્રવેશદ્વાર બની ગયું છે, 1800 કરોડનું ડ્રગ્સ પકડાવવા પર મનીષ દોશીએ આપ્યું નિવેદન

Ahmedabad: ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) અને ગુજરાત ATSએ એક મોટી કાર્યવાહી કરી છે. ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે અરબી સમુદ્રમાં 1800 કરોડ રૂપિયાના ડ્રગ્સ ભરેલી બોટ જપ્ત કરવામાં આવી છે. ત્યારે હવે ગુજરાતમાંથી પકડાયેલ ડ્રગ્સ મામલે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું છે કે, ગુજરાતનું યુવાધન બરબાદ થઈ રહ્યું છે.

મનીષ દોશીએ વધુમાં જણાવ્યુ છે કે, ગુજરાત ડ્રગ્સનું પ્રવેશ દ્વારા બની ગયું છે. ડ્રગ્સ બનાવવાના કારખાના ચાલી રહ્યા છે. કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઠલવાય અને ભાજપ સરકાર વાહવાહી કરી રહ્યું છે. નશાની આગમાં યુવાધન બરબાદ થઈ રહ્યું છે. ખાનગી બંદર પરથી અનેક વખત હજારો કિલો ડ્રગ્સ પકડાય છે પણ કોઈ તપાસ થતી નથી. ડ્રગ્સની સિન્ડિકેટને નેતૃત્વ કોણ આપે છે તેની તપાસ થવી જોઈએ.

આ પણ વાંચો: CBIને DB સ્ટોક સ્કેમમાં મળી મોટી સફળતા, DB સ્ટોક સ્કેમમાં પુષ્પજીત અને સંદીપ ગુપ્તાની ધરપકડ

ઉલ્લેખનીય છે કે, ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) અને ગુજરાત ATSએ દ્વારા 300 કિલો મેફેડ્રોન (MD) ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું. કોસ્ટગાર્ડ અને એટીએસનું ઓપરેશન મોડી રાત સુધી ચાલુ રહ્યું. કોસ્ટ ગાર્ડની સ્પીડ બોટ અને જહાજોએ શંકાસ્પદ બોટને ઘેરી લીધી અને પકડી લીધી. ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચેના દરિયાઈ વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા રેખા (IMBL) નજીક 13 એપ્રિલની રાત્રે બોટને અટકાવવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં બોટમાંથી એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 1800 કરોડ રૂપિયા છે.