September 6, 2024

શું તમે પણ કસરત કરતા પહેલાં આ વસ્તુઓનું સેવન કરો છો? થઈ શકે છે ગંભીર સમસ્યા

Exercise: વ્યાયામને સારા સ્વાસ્થ્ય માટે આવશ્યક માનવામાં આવે છે, પરંતુ કેટલાક લોકો માટે તે “ફૂડ ડિપેન્ડન્ટ એક્સરસાઇઝ ઇન્ડ્યુસ્ડ એનાફિલેક્સિસ” (FDEIA)નો ભોગ બને છે. આ એક એવી સ્થિતિ છે જેમાં કસરત કર્યા પછી એલર્જીની ફરિયાદો થાય છે. નવી દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં તાજેતરના કેસમાં, 12 વર્ષના એક સ્વસ્થ છોકરાએ ક્રિકેટ મેચ રમવા માટે ઘરેથી નીકળતા પહેલા પ્રોન સલાડ ખાધું હતું. મેચ શરૂ થયાના 10 મિનિટ પછી જ તેને ગંભીર ખંજવાળ, સોજો અને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. એટલા માટે કસરત કરતા પહેલા પણ કેટલાક નિયમો પાળવા અનિવાર્ય છે.

છોકરામાં લક્ષણો જોવા મળ્યા
ડૉ. નીરજા ગુપ્તા, હોસ્પિટલના સિનિયર કન્સલ્ટન્ટ અને જાણીતા એલર્જીસ્ટ, પેડિયાટ્રિક ઇન્ટેન્સિવિસ્ટ અને સ્લીપ સ્પેશિયાલિસ્ટે જણાવ્યું હતું કે, છોકરાને તાત્કાલિક નજીકની હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ડૉક્ટરોએ એનાફિલેક્સિસના લક્ષણો જોયા હતા. ડૉ. ગુપ્તાના જણાવ્યા મુજબ, પાછળથી તપાસમાં જાણવા મળ્યું કે છોકરામાં સમસ્યા શારીરિક પ્રવૃત્તિ પહેલાં પ્રોન સલાડ ખાવાથી થઈ હતી અને તે સ્પષ્ટપણે FDEIAનો કેસ હતો.

આ પણ વાંચો: અંજીર ખાવાના ફાયદા તો છે જ સાથે વાંચો આ નુકસાન પણ થાય છે!

FDEIA નો ભય શું છે?
FDEIA વિશે સમજાવતા ડૉ. ગુપ્તાએ ‘પીટીઆઈ’ને કહ્યું, “એફડીઈઆઈએ એવી સ્થિતિ છે જેમાં કસરત કરતા પહેલા ખોરાક ખાવાથી કસરત પછી એલર્જી થાય છે.” FDEIA, વ્યાયામ અથવા અન્ય કોઈપણ તીવ્ર શારીરિક પ્રવૃત્તિ પહેલાં એલર્જી માટે જવાબદાર ખાદ્ય પદાર્થના વપરાશને કારણે લક્ષણો ઉભરી આવે છે. જેનાથી શરીર અને મનને નુકસાન થાય છે. મોટાભાગના કિસ્સાઓમાં સૂકા ફળો, ઘઉં અને ડેરી ઉત્પાદનોનું સેવન કરવાથી આવું થાય છે. FDEIA પીડિતો પિત્ત રિફ્લક્સ અને પેટમાં ખેંચાણથી લઈને એનાફિલેક્સિસ સુધીના જીવલેણ લક્ષણો ધરાવે છે. જેથી વ્યક્તિને ગંભીર રોગ પણ થઈ શકે છે.

બચાવ શું છે તે જાણો
નિવારક પગલાં વિશે, ડૉ. ગુપ્તાએ જણાવ્યું હતું કે લોકોએ ‘ફૂડ ડાયરી’ જાળવવી જોઈએ. એલર્જી પરીક્ષણ અને નિદાન માટે એલર્જીસ્ટની સલાહ લેવી જોઈએ, કસરત પહેલાં એલર્જી પેદા કરતી ખાદ્ય વસ્તુઓનું સેવન કરવાનું ટાળવું જોઈએ અને જો FDEIA ની પુષ્ટિ થાય તો એપિનેફ્રાઇન ઑટો-ઇન્જેક્ટર સાથે રાખવું જોઈએ.