September 27, 2024

સોશિયલ મીડિયાના દૂષણમાં કરોડો પડાવ્યા, સુરતના શખ્સને ધમકી આપનાર ચેન્નાઈથી ઝડપાયો

અમિત રૂપાપરા, સુરત: સોશિયલ મીડિયા લોકો માટે જેટલું ઉપયોગી છે તેટલું જ હાનિકારક છે. આ કહેવાનું કારણ એવું છે કે સોશિયલ મીડિયા થકી ડરાવી ધમકાવી કે સમાજમાં તેમની બદનામી કરવાનું કહી લોકોએ લાખો રૂપિયા ગુમાવ્યા હોવાના કિસ્સા સામે આવ્યા છે. ત્યારે, આવી જ ઘટના સુરતમાં સામે આવી છે. જેમાં સુરતના એક મહિલાને સોશિયલ મીડિયાના માધ્યમથી એક વ્યક્તિ સાથે સંપર્ક થયો હતો અને ત્યારબાદ સામેના વ્યક્તિએ સુરતની યીવતીના કેટલાક બીભત્સ ફોટા મેળવી આ ફોટા સગા સંબંધીને મોકલવાની ધમકી આપી સુરતની યુવતી પાસેથી 1 કરોડ 89 લાખ 63 હજાર રૂપિયા પડાવી લીધા હતા. આ બાબતે સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ થતા પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ચેન્નાઈ ખાતેથી ઝડપી પાડ્યો છે. આરોપીનું નામ ગુરુપ્રસાદ કોવી હોવાનું સામે આવ્યું છે.

સુરતના સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર સુરતની યુવતીને 27-09-2019થી ફેસબુકના માધ્યમથી એક વ્યક્તિ સાથે સંપર્ક થયો હતો. ફરિયાદી સાથે ફેસબુકમાં થોડા દિવસ સુધી વાતચીત કરી Whatsapp નંબર મેળવી લીધા બાદ બંને એકબીજા સાથે વાત કરવા લાગ્યા હતા અને ત્યારબાદ બંને ખૂબ સારા મિત્રો પણ બની ગયા હતા. તો બીજી તરફ આરોપી ગુરુપ્રસાદે સુરતની યુવતી સાથે મિત્રતા કેળવ્યા બાદ તેમના ન્યૂડ ફોટો મેળવી લીધા હતા અને ત્યારબાદ આ ફોટા ફરિયાદીના ભાઈના Instagram આઈડીમાં મોકલી દીધા હતા. આ ઉપરાંત આ જ ફોટા અન્ય સગા સંબંધીઓને મોકલીને બદનામ કરવાની ધમકી પણ આપી હતી.

આરોપી ગુરુપ્રસાદે સુરતના ફરિયાદીને સોશિયલ મીડિયાના માધ્યમથી સતત હેરાન પરેશાન કરવાનું શરૂ કર્યું. ફોન મેસેજ તેમજ મેલ કરીને ફરિયાદીને હેરાન પરેશાન કરીને તેમની પાસેથી 1 કરોડ 89 લાખ 63,561 રૂપિયા પડાવી લીધા હતા. આ ઉપરાંત પૈસા મેળવી લીધા બાદ પણ ફરિયાદી પાસેથી સતત પૈસાની માગણી કરવામાં આવતી હતી. ઉપરાંત ફોટા વાયરલ કરી બદનામ કરી મારી નાખવાની પણ ધમકી આપવામાં આવતી હતી. સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચેન્નઈથી વેશ પલટો કરી આરોપી ગુરુપ્રસાદ કોવીની ધરપકડ કરી છે.

આરોપીન ગ્રુપપ્રસાદના મોબાઈલમાંથી અલગ અલગ બહાર ખોટા નામ વાળી જીમેલ આઇડી તેમજ ફોન ગેલેરીમાંથી અલગ અલગ ફોટા તેમજ વિડિયો મળી આવ્યા હતા. આ ઉપરાંત આરોપી Whatsapp મેસેન્જરમાં અલગ અલગ ફોટા નામ ધારણ કરી અલગ અલગ છોકરીઓ સાથે વાતચીત કરતો હોવાનો પણ સામે આવ્યો હતો.

આ ઉપરાંત આરોપી પોતાના ઘરના સભ્યોને એવું કહેતો હતો કે પોતે ઓસ્ટ્રેલિયા રહે છે અને તે ચેન્નાઈમાં રહી અલગ અલગ હોટલ તેમજ મકાનમાં ભાડે રહેતો હતો અને પોતાની જગ્યા અલગ અલગ સમયે બદલી દેતો હતો આ ઉપરાંત આરોપી dafabet.com તેમજ bet365.com નામની એપ્લિકેશન ઓનલાઇન માધ્યમથી બેટિંગ રમતો હતો અને સુરતના ફરિયાદી પાસેથી જે પૈસા પડાવ્યા હતા તે પણ આરતી એપ્લિકેશનમાં હારી ગયો હતો.