November 22, 2024

Cyclone Remal Live Updates: રેમલે Bengalમાં મચાવી તબાહી, જાણો સમગ્ર માહિતી

Cyclone Remal Live Updates: રેમલ વાવાઝોડાએ બંગાળમાં તબાહી મચાવી દીધી છે. જેના કારણે કોલકાતા સહિત ઘણા શહેરોમાં ભારે વરસાદ પડ્યો હતો. જેને લઈને બંગાળમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હાઈ એલર્ટ જાહેર
બંગાળમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એરપોર્ટને પણ બંધ કરી દેવામાં આવ્યું છે. ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ની 12 ટીમો તૈનાત છે. આ સાથે નેવી અને ભારતીય કોસ્ટ ગાર્ડ પણ એલર્ટ પર છે. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે મધ્યરાત્રિથી લેન્ડફોલની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. વાવાઝોડાની ઝડપ 135 કિમી પ્રતિ કલાક નોંધાઈ હતી. બીરભૂમ, પૂર્વ બર્ધમાન, નાદિયા, પૂર્વ મેદિનીપુર, બાંકુરા, દક્ષિણ 24 પરગણા, ઉત્તર 24 પરગણા, કોલકાતા, બિધાનનગરના વિવિધ વિસ્તારોમાં જોવા મળી રહી છે. આ અસરના કારણે વરસાદ પડી રહ્યો છે.

વૃક્ષો પણ પડી ગયા
મધ્યરાત્રિથી લેન્ડફોલની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી જેના કારણે રસ્તાઓ ઉપર પાણી પાણી જ જોવા મળી રહ્યું છે. અનેક વિસ્તારમાં વૃક્ષો પડી ગયા છે. વૃક્ષો પડી જવાના કારણે રસ્તા બ્લોક થઈ ગયા છે. જોકે કોલકાતા પોલીસ, કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશન સતત કાર્ય કરી રહ્યું છે. વૃક્ષોને હટાવવાનું કામ ચાલું જ છે. લોકોની સુરક્ષાને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશનનો કંટ્રોલ રૂમ આખી રાત ખુલ્લો રાખવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: દિલ્હીમાં વરસાદની શક્યતા, ગુજરાતનું હવામાન કેવું રહેશે?

કેવી રીતે આપવામાં આવ્યું નામ
 અરબી સમુદ્ર અને બંગાળની ખાડી સહિત ઉત્તર હિંદ મહાસાગરમાં સર્જાતા ચક્રવાતને નામ આપવાની પરંપરાને અનુસરીને ચક્રવાતને ‘રેમલ’ નામ આપવામાં આવ્યું છે. તેનું નામ પણ આ પરંપરા મુજબ રાખવામાં આવ્યું છે. ‘રેમલ’ નામ ઓમાન દ્વારા સૂચવવામાં આવ્યું હતું અને તેનો અર્થ અરબીમાં ‘રેતી’ થાય છે.