July 5, 2024

બીલીમોરામાં ફ્રેક કોરિડોરમાં માલગાડી આવી જતા બે લોકોના કમકમાટીભર્યા મોત

જીગર નાયક, બીલીમોરા: નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના બીલીમોરા શહેરની હચમચાવી દે એવી ઘટના સામે આવી છે. બીલીમોરામાં ફ્રેટ કોરિડોરમાં બે લોકો માલગાડીની અડફેટ આવી જતા કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે. પૂર્વથી પશ્ચિમ તરફ રેલવે લાઈન પસાર કરતાં ટ્રેનની અડફેટ આવી જતા બન્ને લોકો ખરાબ રીતે કપાઇ ગયા છે.

મળતી માહિતી અનુસાર બીલીમોરામાં ફ્રેટ કોરિડોરમાં માલગાડીમાં આવી જતા બે લોકોના કમાકમાટી ભર્યા મોત નીપજ્યા છે. નોંધનીય છે કે પૂર્વથી પશ્ચિમ તરફ રેલવે લાઈન પસાર કરી રહ્યા હતા. તે સમયે અચાનક ફ્રેક કોરિડોરમાં માલગાડી આવી ગઇ હતી અને બે લોકોના મોત થયા હતા. જેમા 26 વર્ષિય પાયલ ટંડેલ અને સુરતના 22 વર્ષીય યુવાન વિમલ કુમાર પટેલનું ટ્રેનની અફેફેટ મોત થયું છે.

તમને જણાવી દઇએ કે ટ્રેનની અડફેટે આવતા માલગાડીનાં લોકોપાયલોટ દ્વારા બીલીમોરા સ્ટેશન માસ્તર અને રેલવે પોલીસને જાણ કરવામાં આવી હતી. તેમજ રેલ્વે પોલીસે બીલીમોરા પોલીસનો સંપર્ક કરી મૃતદેહનો કબજો આપી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે. જોકે બીલીમોરા પોલીસે મૃતકોના પરિજનોની શોધ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે ફૂટ ઓવરબ્રિજ ન હોવાના કારણે અવાર નવાર જીવના જોખમે લોકો રેલવે ટ્રેક જીવના જોખમે પાર કરે છે અને આવી ઘટનાઓ સામે આવતી રહે છે.