November 25, 2024

વિટામિન E ની ઉણપને દૂર કરવા તમારા આહારમાં આ ખાવાનું શરૂ કરો

Vitamin E Deficiency: લાંબા સમય સુધી શરીરમાં વિટામિન E ની ઉણપ તમારા સ્વાસ્થ્ય પર અસર થઈ શકે છે. પરંતુ મોટા ભાગના લોકોને ખબર હોતી નથી કે વિટામિન E ની ઉણપ શેના કારણે આવે છે અને તેની ઉણપ દૂર કરવા માટે તમારા આહારમાં કેટલીક વસ્તુઓનું તમારે સેવન કરવું જરૂરી છે. જેના કારણે તમારી વિટામિન E ની ઉણપ દૂર થઈ શકે છે.

ફળ: જો તમને ફળ પસંદ હોય તો તમે તમારા આહારમાં ઘણા ફળને એડ કરી શકો છો. જેમાં એવોકાડો, કીવી અને કેરી જેવા ફળનો સમાવેશ થાય છે. કારણ કે આ ફળોનું નિયમિત સેવન કરવાથી તમારા શરીરમાં વિટામિન Eની ઉણપ દૂર થઈ શકી છે. જેમાં તમે કીવી કે કેરી જેવા ફળનું સેવન કરી શકો છો.

લીલા શાકભાજી: વિટામીન Eની ઉણપ તમારા શરીરમાં વધારે હોય તો રોજ લીલા શાકભાજી ખાવાનું રાખો. જેના કારણે થોડા જ દિવસમાં તમારા શરીરની અંદરથી વિટામીન Eની ઉણપ દૂર થઈ જશે.

ફિશ: જો તમે નોન-વેજિટેરિયન છો તો તમારા આહારમાં તમે ફિશ લઈ શકો છો. માછલીમાં વિટામિન E સારી માત્રામાં હોય છે. જેના કારણે તમે ફિશનું સેવન કરો છો તો તમારા શરીરમાં વિટામિન Eની ઉણપ નહીં આવે.

આ પણ વાંચો: ટામેટાનો ફેસ પેક આ રીતે બનાવો, ત્વચાને મળશે કુદરતી ચમક

બદામ-અખરોટ: વિટામિન Eની ઉણપને દૂર કરવા માટે ઘણીવાર બદામ-અખરોટ ખાવાની સલાહ ડોક્ટર આપતા હોય છે. બદામ અને અખરોટ પણ તમારા સ્વાસ્થય માટે ખુબ ફાયદાકારક માનવામાં આવે છે. વાળની સમસ્યાને દૂર કરવા માટે પણ લોકો બદામ ખાતા હોય છે. જો તમારા શરીરમાં તમે વિટામિન Eની ઉણપ દૂર કરવા માંગો છો તો તમે અમે જણાવ્યા તે આહાર તમે લઈ શકો છો. પરંતુ આ માટે ચોક્કસ ડોક્ટરની સલાહ લો.