November 22, 2024

દિલ્હી કેપિટલ્સે કરી મોટી જાહેરાત, આ દિગ્ગજને મોટી જવાબદારી સોંપી

IPL 2025: આઈપીએલની આગામી સિઝનને લઈને ઘણી ચર્ચાઓ થઈ રહી છે. હવે તેમાં તમામ ખેલાડીઓની પણ ચર્ચા થઈ રહી છે કે કયો ખેલાડી કંઈ ટીમમાં જશે. આ વચ્ચે દિલ્હી કેપિટલ્સની ખૂબ ચર્ચા જોવા મળી રહી છે. જેમાં પહેલો સવાલ એ થઈ રહ્યો છે કે દિલ્હીની ટીમની કમાન કોણ સભાળશે? આ વચ્ચે દિલ્હીએ પોતાના કોચિંગ સ્ટાફને લઈને મોટી જાહેરાત કરી છે.

મુખ્ય કોચની કરી નિમણૂક
દિલ્હીએ તેના મુખ્ય કોચ તરીકે ભૂતપૂર્વ ક્રિકેટરના નામની જાહેરાત કરી દીધી છે. આ ક્રિકેટરનું નામ હેમાંગ બદાની છે. તેણે 4 ટેસ્ટ અને 40 વનડે મેચ રમાવાનો અનુભવ છે. તેની ઉંમર 47 વર્ષની છે. વર્ષ 2001 થી 2004 સુધી હેમાંગ ટીમ ઈન્ડિયાનો ભાગ હતો. તેણે અત્યાર સુધીમાં 44 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. દિલ્હીએ કેપિટલ્સે હેમાંગ બદાનીને મુખ્ય કોચ તરીકે નિયુક્ત કર્યા છે જ્યારે વેણુગોપાલ રાવને તેના ક્રિકેટ ડિરેક્ટર બનાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો: સંજુ સદી ફટકારનાર ભારતનો પ્રથમ વિકેટકિપર બન્યો, આ રીતે કોંગ્રેસના નેતાઓએ કર્યું સ્વાગત

હેમાંગ બદાણીનો કોચિંગ અનુભવ
હેમાંગ બદાની ઘણી ક્રિકેટ લીગમાં કોચિંગ સ્ટાફનો હિસ્સો પહેલા રહી ચૂક્યો છે. વર્ષ 2021-23 ની વચ્ચે, તેણે IPLમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સાથે ફિલ્ડિંગ કોચ અને બેટિંગ કોચ તરીકે કામ કર્યું હતું. બદાની આ વર્ષે ILT20 ફાઇનલમાં પહોંચેલી દુબઇ કેપિટલ્સ ટીમના મુખ્ય કોચ પણ હતા.