July 1, 2024

અધિકારીઓની રજાઓ રદ્દ, ઇમરજન્સી કંટ્રોલ રૂમ બનાવાશે: દિલ્હીનો રેસ્ક્યૂ પ્લાન તૈયાર

Delhi Heavy Rain: દેશની રાજધાની દિલ્હીમાં આજે સવારે થયેલ ધોધમાર વરસાદથી અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા. દિલ્હીના મોટાભાગના રસ્તાઓ જળમગ્ન થઈ ગયા છે. ઉપરાજ્યપાલ વિકે સક્સેનાએ વરસાદ બાદની સ્થિતિની સમીક્ષા કરી અને અધિકારીઓને ઇમરજન્સી કંટ્રોલ બનાવવા અને પાણી ભરાવાની સમસ્યા દૂર કરવાના આદેશો આપ્યા. તેની સાથે જ જે અધિકારીઓને સ્ટેટિક પંપ લગાવવા માટે આદેશ આપ્યા છે.

ઇમરજન્સી બેઠકની અધ્યક્ષતા કરતાં એલજી સક્સેનાએ રજાઓ પર ગયેલા તમામ સિનિયર અધિકારીઓની રજાઓ રદ્દ કરી દીધી છે અને તેમને ફરજ પર પાછા ફરવા આદેશ આપ્યો છે. તો, આગામી 2 મહિના સુધી અધિકારીઓની રજાઓ કેન્સલ કરી દીધી છે. તેમણે કહ્યું કે આગામી 2 મહિના સુધી કોઈને પણ રજા પર જવાની જરૂર નથી.

રાજધાનીમાં તૈયારીઓની કમીનો એલજીએ કર્યો ઉલ્લેખ
ઉપરાજ્યપાલ ઓફિસના જણાવ્યા પ્રમાણે એલજી સક્સેનાએ NCRમાં તૈયારીઓ ઉણપ અને ઇમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમની કમી પર પણ ધ્યાન દોર્યું. આ બેઠકમાં દિલ્હી જલ બોર્ડ, લોક નિર્માણ વિભાગ, દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન, દિલ્હી વિકાસ સત્તામંડળ, સિંચાઈ અને પૂર નિયંત્રણ વિભાગ અને દિલ્હી પોલીસ જેવા નાગરિક સંસ્થાઓના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા.

નાળાઓમાંથી ગારો કાઢવાનું કામ અધૂરું
એલજી વીકે સક્સેનાએ જણાવ્યું હતું કે નાળાઓને ડિસિલ્ટ કરવાનું કામ પૂર્ણ થયું નથી અને પૂર નિયંત્રણ આદેશ હજુ ઇસ્યુ કરવામાં નથી આવ્યો. એલજી ઓફિસે જણાવ્યું હતું કે લેફ્ટનન્ટ ગવર્નરે અધિકારીઓને આગામી સપ્તાહમાં આપાતકાલીન ધોરણે ગટરોને ડિસિલ્ટ કરવાનું કામ શરૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. એલજીએ અધિકારીઓને પાણી ભરાઈ જવાના કિસ્સામાં ઈમરજન્સી કંટ્રોલ રૂમ ઊભું કરવા આદેશ આપ્યો છે. તેમણે એમ પણ કહ્યું કે સિનિયર અધિકારીઓ કંટ્રોલ રૂમમાં ચોવીસ કલાક હાજરી આપશે. એલજીએ કહ્યું કે રસ્તાઓ પર ભરાયેલું પાણી દૂર કરવા માટે સ્ટેટિક પંપ અને ફિલ્ડ સ્ટાફને તૈનાત કરવાની સૂચનાઓ પણ આપવામાં આવી હતી.

અધિકારીઓને આપી સૂચનાઓ
અધિકારીઓએ જણાવ્યું કે સિંચાઈ અને પૂર નિયંત્રણ વિભાગને હરિયાણા અને હિમાચલ પ્રદેશના તેના સમકક્ષો સાથે સંપર્કમાં રહેવા માટે આદેશો આપવામાં આવ્યા છે, જેથી હથનીકુંડ બેરેજથી વરસાદનું સ્તર અને પરિમાણોનું મૂલ્યાંકન કરી શકાય. અધિકારીઓએ જણાવ્યું હતું કે, એલજીએ મહેસૂલ વિભાગને વધુ વરસાદના કિસ્સામાં દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (DDMA) હેઠળ ડિઝાસ્ટર રિસ્પોન્સ સેલ એક્ટિવ કરવા અને કોઈપણ ઇમરજન્સી પગલાં લેવા માટે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સને મદદ કરવા સૂચના આપવામાં આવી છે.

24 કલાકમાં ચોમાસાનો 25% વરસાદ
IMD અનુસાર, 1936 પછી બીજી વખત 24 કલાકમાં 228 મીમી વરસાદ નોંધાયો છે. સમગ્ર ચોમાસામાં દિલ્હીમાં 800 મીમી વરસાદ પડે છે, જ્યારે ચોમાસાનો 25% વરસાદ 24 કલાકમાં થયો છે. પાણીના વધુ પડતા પ્રવાહને કારણે દિલ્હીના નાળાઓ પણ ઓવરફ્લો થઈ ગયા હતા. દિલ્હીના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા.