November 22, 2024

AAPના પૂર્વ મંત્રીની CM કેજરીવાલ વિરુદ્ધ HCમાં અરજી

દિલ્હી: લોકસભાની ચૂંટણીની તારીખ હવે નજીક આવી રહી છે. પરંતુ કેજરીવાલની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે. આમ આદમી પાર્ટીના પૂર્વ ધારાસભ્ય સંદીપ કુમારે દિલ્હીના કથિત દારૂ કૌભાંડ કેસમાં ધરપકડ કરાયેલા અરવિંદ કેજરીવાલને દિલ્હીના મુખ્યમંત્રી પદેથી હટાવવા માટે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી છે.

ફરજ નિભાવવા માટે અસક્ષમ
દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ સુબ્રમણ્યમ પ્રસાદ સમક્ષ આ કેસની સુનાવણી 8મી એપ્રિલે એટલે કે આવતીકાલે થવાની છે. આમ આદમી પાર્ટીના ભૂતપૂર્વ નેતા સંદીપ કુમારે અરજી કરી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા કેજરીવાલની ધરપકડ દિલ્હી લિકર પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં તેમની કથિત સંડોવણીને કારણે કરવામાં આવી છે. તેઓ પોતાની મુખ્યપ્રધાન તરીકેની ફરજોમાં અસફળ રહ્યા છે.

સંદીપ કુમારે કોર્ટમાં અરજી 
સંદીપ કુમારે આ અરજીમાં જણાવ્યું કે, તેઓ એક મુખ્યમંત્રી તરીકે કોઈ કાર્ય પુર્ણ કરી શક્યા નથી. આ પિટિશન બંધારણની કલમ 239AA(4)મુજબ વિધાનસભાના અધિકારક્ષેત્રની અંદરની બાબતોમાં લેફ્ટનન્ટ ગવર્નરને મદદ કરવા અને સલાહ આપવામાં મુખ્ય પ્રધાનના નેતૃત્વ હેઠળની મંત્રી પરિષદની ભૂમિકાની રૂપરેખા આપે છે. આ અરજીમાં વિરુદ્ધ રિટ ઓફ વોરંટ જારી કરવાની માંગ કરવામાં આવી છે. આ અરજીમાં તેમની સત્તા અને લાયકાત પર સવાલો કરવામાં આવ્યા છે. જેમાં એમ પણ કહેવામાં આવ્યું કે તેમને આ પદ પરથી હટાવી દેવામાં આવે.

આ પણ વાંચો: અમિત શાહે ખડગેના નિવેદનને ઇટાલિયન સંસ્કૃતિ ગણાવી

શું છે દિલ્હી દારૂ કૌભાંડ?
નવી લિકર પોલિસી 2021-22માં દિલ્હીમાં અમલમાં આવી હતી. ત્યારબાદ નવી પોલિસીમાં ડીલરોને ફાયદો આપવાનો આરોપ છે. લેફ્ટનન્ટ ગવર્નરે મુખ્ય સચિવ પાસેથી રિપોર્ટ માગ્યો હતો. રિપોર્ટમાં નવી પોલિસીમાં અનિયમિતતાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. નવી નીતિના કારણે 144 કરોડનું કૌભાંડ થયું હોવાના આક્ષેપો થયા છે. EDએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો હતો. ત્યારપછી આરોપી વિજય નાયરની ધરપકડ કરી અને હવે એકબાદ એક નેતાઓની ધરપકડ કરવામાં આવી છે. મનીષ સિસોદિયાની ધરપકડ કરવામાં આવી અને ત્યારબાદ હવે કેજરીવાલને ત્રીજી વખત સમન્સ આપવામાં આવ્યું છે. પરંતુ કેજરીવાલ હાજર ગયા નહોતા. હવે એવી વાત આપના નેતાઓ કહી રહ્યા છે કે, કેજરીવાલના ઘરે EDના દરોડા આજે તારીખ 4-1-2024 ના પડી શકે છે.