January 16, 2025

બેટ દ્વારકામાં સતત છઠ્ઠા દિવસે ડિમોલિશન યથાવત્, પાંચ દિવસમાં 54 કરોડની જમીન પરથી દબાણ હટાવાયાં

બેટ દ્વારકાઃ પવિત્ર યાત્રાધામ બેટ દ્વારકા અને ઓખામાં સતત છઠ્ઠા દિવસે પણ મેગા ડિમોલેશનની કામગીરી યથાવત્ રાખવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 5 દિવસ સુધી અનેક ધાર્મિક દબાણો દૂર કરી નાંખવામાં આવ્યા છે.

પાંચ દિવસમાં બેટ દ્વારકાના બાલાપર, હનુમાન દાંડી રોડ, પાર વિસ્તાર, ઓખા વિસ્તાર અને દામજી જેટી પરના દબાણો દૂર કરવામાં આવ્યા છે. પાંચ દિવસના અંતે દાદાના બુલડોઝરે 26,332 ચોરસ મીટર સરકારી જમીન ખુલ્લી કરી છે. ખુલ્લી કરવામાં આવેલી જમીનની અંદાજિત કિંમત 54.45 કરોડ હોવાનું જાણવા મળ્યું છે.

પાંચ દિવસ ચાલેલા બુલડોઝર એક્શનમાં 315 ગેરકાયદેસર મકાનો દૂર કરવામાં આવ્યા છે. 12 ધાર્મિક દબાણો તેમજ 9 વાણિજ્ય દબાણો મળી કુલ 336 દબાણો દૂર કરવામાં આવ્યા છે. હજુ પણ બેટ દ્વારકામાં ગેરકાયદેસર દબાણ કરનારાઓને તંત્રએ નોટિસ ફટકારી છે.