November 26, 2024

પચ્છમ દાદાબાપુ ધામે દ્રિતીય પાટોત્સવ નિમિત્તે 11 અનાથ દીકરીઓના સમૂહલગ્નનું આયોજન

dhandhuka pachham dadabapu seconf patotsav 11 orphan girls group marriage

ધંધુકાઃ દાદાબાપુ ધામ પચ્છમ ભાલ વગડે દ્વિતીય પાટોત્સવ નિમિત્તે ભવ્ય પંચામૃત મહોત્સવ ‘દાદાને વ્હાલી દીકરી’ અંતર્ગત ભવ્ય આયોજન કર્યું છે. જેમાં 11મા બાપ વગરની દીકરીઓના સમૂહ લગ્ન તેમજ સનાતન ધર્મની રક્ષા વિશ્વ કલ્યાણ અર્થે નવચંડી યજ્ઞ તેમજ આઈ માતા આરાધના લોક સાહિત્ય ડાયરો, તેમજ મહારક્તદાન કેમ્પમાં 700 બોટલ રક્ત એકત્ર થયું હતું. 1008 દીવડાંની આરતી યોજાઈ તો સનાતન ધર્મની અખંડ સેવા કાર્ય કરતા આગેવાનની રક્તતુલા સહિત અનેકવિધ કાર્યક્રમો યોજાયા હતા.

તેમાં રાજકીય સામાજિક મહાનુભાવો તેમજ ધામથી સાધુ સંતો મહામંડલેશ્વર અને આઈ માતાજી પધાર્યા હતા. 60 વીઘા જમીનમાં ભવ્ય મહોત્સવ યોજવામાં આવ્યો હતો. 11 મા-બાપ વગરની દીકરીઓને સોનાચાંદીનાં ઘરેણાંથી લઈ ઈલેક્ટ્રોનિક ફર્નિચર સહિત ઘરવખરીની કુલ 355 વસ્તુઓનો કરિયાવર કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સતત ખડેપગે 1200 સ્વયંસેવકોએ સેવા આપી હતી. સનાતન ધર્મની અખંડ સેવા કરતા આગેવાનની રક્તતુલા યોજવામાં આવી હતી. લોકડાયરામાં ચલણી નોટોનો વરસાદ થયો હતો. અનેક ખ્યાતનામ કલાકારોએ રંગત જમાવી હતી. તો કાર્યક્રમમાં 50 હજારથી પણ વધુ ભાવિકોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. ભોજન-પ્રસાદ, શરબત, પાણી સહિતની તમામ સુવિધાઓ સાથેનો ભવ્યાતિભવ્ય કાર્યક્રમ યોજાયો હતો.

અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના ભાલ વિસ્તારમાં આવેલા પચ્છમ ગામે સુપ્રસિદ્ધ દાદાબાપુ ધામ આવેલું છે. પચ્છમ ભાલના વગડે મંદિરના દ્વિતીય પાટોત્સવ નિમિત્તે ભવ્યાતિભવ્ય પંચામૃત મહોત્સવ કાર્યક્રમ ‘દાદાને વ્હાલી દીકરી’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પંચામૃત મહોત્સવ કાર્યક્રમમાં 50 હજારથી પણ વધારે ભાવિકોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. પંચામૃત મહોત્સવ અંતર્ગત અનેકવિધ કાર્યક્રમો યોજાયા હતા. જેમાં દ્વિતીય પાટોત્સવ પૂજન યોજાયું હતું. મંદિરને અવનવા ફૂલોનો ભવ્ય દિવ્ય શણગાર કર્યો હતો. સમગ્ર મંદિરને લાઈટ ડેકોરેશનથી અદ્ભુત સજાવટ કરી હતી. તેને લઈને હજારો ભાવિકો દ્વિતીય પાટોત્સવ દર્શને તેમજ સમૂહલગ્ન તેમજ લોકડાયરા સહિતના પંચામૃત મહોત્સવમાં ભાગ લેવા માટે ઉમટી પડ્યા હતા.

આ કાર્યક્રમમાં ધામેધામથી સંતો-મહંતો મહામંડલેશ્વર સહિત આઈ માતાજી પધાર્યા હતા. તેમનું પચ્છમ ધામના મહંત ભૂવાજી વિજયસિંહ બાપુએ સ્વાગત સન્માન કર્યું હતું. સનાતન ધર્મની અખંડ સેવામાં સદા તત્પર રહેતા આગેવાન પ્રવીણસિંહ ગોહિલનું રક્ તુલા કરી સન્માન કરવામાં આવ્યું હતું. સમૂહલગ્નમાં મા-બાપ વગરની 11 દીકરીઓનાં લગ્ન કર્યા હતા. જેમાં સોનાચાંદીના દાગીનાઓ તેમજ ઈલેક્ટ્રોનિક ફર્નિચર ઘરવખરીની 355 જેટલી વસ્તુઓ કરિયાવરમાં આપી હતી. લોકડાયરામાં 10 રૂપિયાની ચલણી નોટોનો વરસાદ કરવામાં આવ્યો હતો. લોકડાયરામાં રાજભા ગઢવી, ઉમેશ બારોટ જેવા અનેક વિખ્યાત કલાકારોએ રંગ જમાવ્યો હતો. સમગ્ર મહોત્સવમાં 1200 સ્વયંસેવકોએ છેલ્લા 4 દિવસથી ખડેપગે સેવા કરી અને કાર્યક્રમને સુંદર રીતે પૂર્ણ કર્યો હતો.