ધોરાજીની ભાદર-2 નદીમાં કાર ખાબકતા 4 લોકોનાં મોત
ધોરાજીઃ ધોરાજીમાં નદીમાં કાર ખાબકતા 4 લોકોનાં મોત નીપજ્યા છે. ત્યારે ભાદર-2 નદીમાં કાર ખાબકતા 3 મહિલા સહિત 4 લોકોનાં મોત નીપજ્યા છે. હાલ આ ઘટનાની જાણ થતાં જ પોલીસ સહિત રેસ્ક્યૂ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.
મળતી માહિતી પ્રમાણે, માંડાસણીથી ધોરાજી તરફ કાર આવી રહી હતી. તે દરમિયાન કાર ડિવાઇડર તોડી ભાદર-2 નદીમાં ખાબકી હતી. કાર પાણીમાં ગરકાવ થતી કારમાં સવાર ચારેય લોકોનાં મોત નીપજ્યા છે. આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચોઃ બનાસકાંઠાના કોંગ્રેસી લોકસભા ઉમેદવાર ગેનીબેન પર વીજ ચોરીનો આક્ષેપ
બીજી તરફ, રેસ્ક્યૂ ટીમને જાણ થતા તે પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તરવૈયાની મદદથી ચારેય મૃતકોને નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ તાત્કાલિક તેમને હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યાં છે.
આ પણ વાંચોઃ જામસાહેબની હાકલ – ‘ક્ષમા વિરસ્ય ભૂષણમ્’ ધર્મને યાદ કરી માફ કરવા જોઈએ
પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે, ચારેય મૃતકો જેતપુર રોડ પરના રહેવાસી છે. પ્રાથમિક તબક્કે કારનું ટાયર ફાટતા અકસ્માત થયો હોવાનું અનુમાન લગવવામાં આવી રહ્યું છે. હાલ આ સમગ્ર મામલે ધોરાજી પોલીસે હોસ્પિટલ પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
મૃતકના નામ
- સંગીતાબેન કોયાણી
- લીલાવતીબેન ઠુમ્મર
- દિનેશભાઈ ઠુમ્મર
- હાર્દિકાબેન ઠુમ્મર