વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં ઠાકોર અને રાજપૂત ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર
રતનસિંહ ઠાકોર, બનાસકાંઠા: વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં હવે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર થશે કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને મેદાનમાં ઉતાર્યા છે. તો ભાજપે સ્વરૂપજી ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે. એટલે કે ઠાકોર અને રાજપૂત વચ્ચે સીધો જંગ થશે. જોકે ગુલાબસિંહ રાજપૂતના સમર્થનમાં સુઈગામ ખાતેની સભામાં શક્તિસિંહ ગોહિલે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.
ભાજપ અને રાજ્ય સરકાર સામે પ્રહાર કરતાં શક્તિસિંહે કહ્યું હતું કે ભાજપ કોંગ્રેસને તોડવા માંગે છે. પરંતુ, કોંગ્રેસ તૂટશે નહીં. જોકે વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ પણ રાજ્યમાં દારૂ અને ડ્રગ્સનું દુષણ, ખેડૂતો પર અન્યાય અને બગડતી જતી કાયદા વ્યવસ્થાને લઈને સરકાર પર પ્રહાર કર્યા હતા.
તો, કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને કોંગ્રેસે જે પ્રકારે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં મેદાનમાં ઉતાર્યા છે ત્યારે ખેડૂતોના મુદ્દાઓ, કેનાલોના મુદ્દાઓ, વાવ વિધાનસભા મતવિસ્તારના રોડ રસ્તાઓના મુદ્દાઓ અને ગાયને રાજ્યમાતા જાહેર કરવાના સહિતના મુદ્દાને લઈને વેડાઓ પૂરા કરવાના વચનો આપી દીધા છે.