May 20, 2024

સ્કુબા ડાઇવિંગનો પ્લાન કરતા પહેલા આ જગ્યાઓ જાણી લો…

Scuba Diving: વડાપ્રધાન મોદીએ હાલમાં ગુજરાતના દ્વારકા પહોંચ્યા હતા. જ્યાં તેમણે સુદર્શન સેતુ બ્રિજનું ઉદ્ધાંટન કર્યું હતું. આ ઉપરાંત તેઓ પંચકુઈ પાસે સ્કુબા ડાઇવિંગનો પણ આનંદ લીધો હતો. તો ચાલો એક નજર કરીએ ભારતની બેસ્ટ સ્કુબા ડાઇવિંગની જગ્યાઓ વિશે….

લક્ષદ્વીપ સ્કુબા ડાઇવિંગ
લક્ષદ્વીપમાં સ્કુબા ડાઇવિંગ ખુબ જ રોમાંચક રહે છે. સ્કુબા ડાઇવિંગના સમયે તમે સમુદ્રની નીચે કાચબા, રંગીન માછલિઓ અને અન્ય સમુદ્રી જીવનો નરી આંખો જોઈ શકો છો. અહીં પ્રિંસેસ રોયલ, લોસ્ટ પૈરાડાઈસ, ડોલ્ફિન રીફ જેવા અનેક સ્કુબા પ્લેસ છે. આ સ્થળે તમને મેથી ઓક્ટોમ્બરની વચ્ચે ખુબ જ ભીડ જોવા મળશે. જો વાતાવરણ સરખુ હોય તો તમે એપ્રિલમાં પણ સ્કુબાની મજા લઈ શકો છો. અહીં તમે બજેટમાં સ્કુબા ડાઇવિંગ કરી શકો છો.

મરૂડેશ્વર સ્કુબા ડાઇવિંગ
નેત્રાની દ્વીપ જેને કબુતરના દ્વીપ તરીકે પણ ઓળખવામાં આવે છે. કર્ણાટકમાં મુરૂડેશ્વરથી 10 કિલોમીટરના અંતરે આવેલું છે. આ હૃદય આકરનો દ્વીર એક પોપ્યુલર સ્કુબા સ્પોટ છે. આ સ્થળ અલગ અલગ પ્રકારની માછલીઓ અને દરિયાઈ જીવથી ભરપૂર છે. જો તમે કાળી શાર્ક કે વ્હેલ માછલી જોવા માંગો છો તો તેના માટે આ સ્થળ એકદમ બેસ્ટ છે. નેત્રાનીમાં નોંધણી કરેલા અને સરકાર માન્ય એકવેન્ચર્સ કેમ્પ આવેલા છે. અહીં પણ તમારા બજેટમાં સ્કુબા ડાઇવિંગ થઈ શકે છે.

સિંધુદુર્ગ સ્કુબા ડાઇવિંગ
મહારાષ્ટ્રના સિંધુદુર્ગ કિલ્લાની પાસે તારકલી આવેલી છે. જે સ્કુબા ડાઇવિંગ માટેની બેસ્ટ પ્લેસ છે. આ સ્થળે સ્કુબા ડાઇવિંગ માટે લોકોને સ્પીડ બોટથી ડાઇવિંગ સ્પોટ્સ સુધી લઈ જવામાં આવે છે. જો તમે પહેલી વાર સ્કુબા ડાઇવિંગ કરી રહ્યા છો. તો તમારી સાથે એક ગાઈડ હશે. જે તમને સમયે સમયે માર્ગદર્શન પણ આપશે.

અંડમાન સ્કુબા ડાઇવિંગ
અંડમાનમાં અનેક દ્વિપ છે, પરંતુ જો તમે સ્કુબા ડાઇવિંગ કરવાનું વિચારી રહ્યા હો તો સિંક દ્વીપ તેના માટે એકદમ પર્ફેક્ટ છે. અહીં તમને દુનિયાનું સૌથી સાફ પાણી જોવા મળશે. જેની સુંદરતાને તમે એક વખત જોઈ લીધી હશે તો તમે તેને ક્યારે પણ ભૂલી નહીં શકો. આ સ્થળને સ્કુબા ડાઇવિંગ માટેની બેસ્ટ પ્લેસ માનવામાં આવે છે.