November 22, 2024

આ ટેકનિકથી પેકિંગ કરો, સમાન હેવી નહીં લાગે.

Packing Method: શિયાળાની ઋતુમાં ફરવાની મજા અલગ જ હોય છે. જો કે, આ સિઝનમાં બેગ પેક કરવી ખૂબ જ પડકારજનક કાર્ય લાગે છે. જો ક્યાંક ફરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો અને પેકિંગને લઈને પરેશાન છો તો એક ખાસ રીત જણાવી રહ્યા છીએ. જ્યારે પણ આપણે ક્યાંક મુસાફરી અથવા પ્રવાસ કરવાનું વિચારીએ છીએ, ત્યારે આપણે ઘણીવાર કાં તો ઓવર પેકિંગ કરીએ છીએ. અથવા મહત્વપૂર્ણ વસ્તુઓ ભૂલી જઈએ છીએ. આ રીતને એકવાર જાણી લો તો સમજી લો કે જીવનભર આ સમસ્યાથી બચી શકો છો.

આવું કરી શકો
આ પેકિંગ ટેકનિકનું નામ ‘5-4-3-2-1 પેકિંગ પદ્ધતિ’ છે. હા, તેની મદદથી તમે ઓવરપેકિંગની સમસ્યાથી બચી શકો છો.

પાંચ કપડાં
5 એવા કપડાં સાથે રાખો જે દરેક પ્રસંગે પહેરી શકો. જીન્સની એક જોડી, બે ટોપ, એક સ્વેટર અને એક ડ્રેસ પેક કરો. આ રીતે, સરળતાથી કપડાંને મિક્સ અને મેચ કરી શકો છો. ઘણી વાર એક જ જીન્સ કે કર્ગો ઘણા શર્ટ કે ટીશર્ટ પર એમ જ પેરી શકાય છે. એટલે વજન ઘટે છે. ચાર જોડી- શૂઝ બેગમાં વધુ જગ્યા લે છે. તેથી ચાર શૂઝ પેક કરો, જેમાં ચાલવા માટે આરામદાયક જૂતા અથવા સ્લીપર, ડ્રેસ શૂ, સેન્ડલ અને સ્નીકર્સનો સમાવેશ થાય છે. જો બાય કર જતા હોય તો આ વસ્તુ કારમાં આરામથી એ જ ગોઠવી શકાય. એક થેલી કરવી બચી જશે.

ત્રણ એસેસરીઝ
એસેસરીઝ ડ્રેસને વધુ સુંદર બનાવી શકે છે. આ માટે સ્કાર્ફ, બેલ્ટ કે ટોપી પસંદ કરી શકો છો. ક્રોસબોડી બેગ અથવા સનગ્લાસ જેવી ઉપયોગી એસેસરીઝ પણ ઉમેરી શકો છો. બને તો ભારે એસેસરિઝ સાથે લઈ જવાનું ટાળો, હલકી અને સસ્તી એસેસરીઝ તૂટી કે ખોવાય જશે તો પણ ટ્રાવેલમાં અફસોસ નહિ થાય.

વિશેષ વસ્તુઓ સાથે રાખવાથી ફાયદો 
તમે સ્વિમસ્યુટ, સ્પોર્ટ્સ વેર અથવા વર્કઆઉટના કપડાં પેક કરી શકો છો. જ્યારે હોટેલ કે સ્ટેની જગ્યા એ જ પહેરવા પૂરતું હોય તો આ કામ આવશે. હવે તો માર્કેટમાં તૈયાર બાથ કીટ મળે છે એનો ઉપયોગ કરી શકો. એડવાન્સ લેવાથી ફાયદો થશે. આખી કીટ લઈ જવાની જરૂર નથી.

આ પણ વાંચો: આ સમયે હળદરવાળું દૂધ પીશો તો થશે આડઅસર

નંબર વન
એક વસ્તુ જે મુસાફરી દરમિયાન ખૂબ જ ઉપયોગી છે, જેમ કે પુસ્તક, વિશિષ્ટ ડ્રેસ અથવા બીજું કંઈક. આ પેકિંગ સૂચિમાં વ્યક્તિગત છે. પર્સ સિવાય પણ એક નાની ડાયરી મૂકી શકો એમ પ્રવાસના દરેક દિવસ લખવાનું રાખો આ તમારી પ્લેઝર બુક બની જશે.