May 9, 2024

હેર સ્ટાઈલ કરતા સમયે ન કરો આ ભૂલો, નહીં તો….

Hair Style: વાળ આપણા માથાના તાજ છે. જે આપણી સુંદરતાની સાથે સ્ટાઈલને પણ ખુબ જ વધારી દે છે. અલગ અલગ પ્રસંગો માટે આપણે વાળમાં અલગ અલગ સ્ટાઈલ કરવાનું પસંદ કરીએ છીએ. ઘણી વખત હેર સ્ટાઈલ કરતા સમયે છોકરીઓ ભૂલ કરી નાખતી હોય છે. જેના કારણે તેમને વાળ ખરવાની કે પછી વાળ વધારે સુકા થઈ જવાની સમસ્યાઓ થઈ જતી હોય છે. તો આજે અમે તમને એ સમસ્યા ન થાય તે માટેની કેટલિક ટિપ્સ આપીશું.

ભીના વાળમાં હેરસ્ટાઈલ ન કરો
મોટાભાગના લોકો ભીના વાળમાં જ હેરસ્ટાઇલ બનાવે છે, પરંતુ તેના કારણે તેમના વાળ ખરાબ થવા લાગે છે. ભીના વાળ પર હીટિંગ મશીનનો ઉપયોગ કરવો અત્યંત નુકસાનકારક સાબિત થાય છે. આ કારણે જ તમારા વાળને વધુ નુકસાન થાય છે. આવી સ્થિતિમાં વાળને સુકાય પછી જ હીટિંગ મશીનનો ઉપયોગ કરો.

હેર સ્પ્રેનો ઉપયોગ ઓછો કરો
હેરસ્ટાઇલ બનાવતી વખતે વધુ પડતા વાળ તૂટવાથી બચવા માટે હેર સ્પ્રેનો થોડો ઓછો ઉપયોગ કરો. આ હેર સ્પ્રે આપણા વાળને મૂળમાંથી નુકસાન પહોંચાડી શકે છે. જેના કારણે આપણી સ્કેલ્પ પણ નબળી પડી જાય છે. જેના કારણે આપણા વાળ પણ ખરવા લાગે છે. જ્યારે પણ તમે તમારા વાળને સ્ટાઈલ કરો ત્યારે હેર સ્પ્રેનો ઉપયોગ ઓછો કરો.

તમારા વાળને વધારે કડક ન બાંધો
હેરસ્ટાઇલ બનાવતી વખતે ધ્યાન રાખો કે તમારા વાળને વધુ ટાઈટ ન બાંધો. હેર સ્ટાઇલ થોડી ઢીલી રાખો. વધુ પડતી ટાઈટ હેરસ્ટાઈલ બનાવવાને કારણે તમારા વાળના મૂળ નબળા થઈને તૂટવા લાગે છે. તેથી વાળ ખુલ્લા રહે તેવી હેરસ્ટાઇલ બનાવવાનો પ્રયાસ કરો. ન્યૂનતમ એક્સેસરીઝનો ઉપયોગ કરો. જેથી તમારા વાળની ​​સ્કેલ્પ નબળી ન થઈ જાય. તમારા વાળને સ્ટાઇલ કરતી વખતે તમે આ સરળ હેર સ્ટાઇલ ટિપ્સ ફોલો કરી શકો છો.