November 8, 2024

શિયાળામાં ત્વચા ફાટવા લાગે તો રાત્રે સૂતા પહેલા કરો આ કામ

Dry Skin Care Tips: દિવાળીને જતાની સાથે વાતાવરણમાં ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે. ઠંડકને કારણે હોઠ ફાટવા લાગે છે. ત્યારે આજે અમે તમારા માટે ત્વચા સંભાળ માટે રૂટીનની માહિતી લઈને આવ્યા છીએ. તમે તમારા રૂટીનમાં તેનો સમાવેશ કરી શકો છો.

ત્વચાની ખાસ કાળજી
ગુલાબી ઠંડીની લોકો રાહ જોતા હોય છે. પરંતુ આ ગુલાબી ઠંડીમાં ત્વચા સંબંધિત ઘણી સમસ્યા થવા લાગે છે. જેમાં ખાસ કરીને ત્વચા ફાટવાની સમસ્યા વધારે થાય છે. આ ઠંડીની સિઝનમાં ત્વચાને લગતી ઘણી સમસ્યા થવા લાગે છે. અમે અમે તમને જેના વિશે માહિતી આપવાના છીએ તેને નાઇટ સ્કિન કેર રૂટીનમાં સામેલ કરી શકો છો.

આ પણ વાંચો: તમારા વાળનો ગ્રોથ વધારવા માંગો છો? આ કરો ઉપાય

નાળિયેરના તેલનો કરો ઉપયોગ
નાળિયેર તેલ ત્વચા માટે ખૂબ ફાયદાકારક છે. ત્વચાને લગતી કોઈ પણ સમસ્યામાં નાળિયેરનું તેલ લગાવવાની સલાહ આપવામાં આવ છે. નાળિયેર તેલ એક કુદરતી મોઇશ્ચરાઇઝર્સ છે, જે શિયાળામાં ખૂબ કારગત છે. નારિયેળનું તેલ ચહેરા પર લગાવવાથી ત્વચા કોમળ બને છે. જો તમારે પણ શિયાળામાં ત્વચાને નરમ રાખવી છે તો તમારે રાત્રે નારિયેળનું તેલ લગાવવાનું રહેશે. ચહેરાને પાણીથી ધોઈ લો અને પછી તેને સાફ કર્યા પછી હળવા હાથે નાળિયેર તેલ લગાવો અને થોડીવાર ચહેરા પર મસાજ કરો. આવુ કરવાથી તમારી ત્વચા તરત જ કોમળ બની જાય છે.