November 24, 2024

મહાકુંભ માટે પ્રયાગરાજમાં ચેકિંગ વગર નહિ મળે એન્ટ્રી, બનાવાશે હોલ્ડિંગ એરિયા

Prayagraj Mahakumbh 2025 News: વિશ્વના ઘણા દેશોમાં હાલમાં યુદ્ધની સ્થિતિ છે અને કેટલાકમાં ભારત વિરોધી તત્વોની સક્રિયતા વધી છે. જેને લઈને ગુપ્તચર એજન્સીઓને પણ ઘણા મહત્વપૂર્ણ ઈનપુટ્સ મળી રહ્યા છે, જેના કારણે આવતા વર્ષે પ્રયાગરાજમાં યોજાનાર મહાકુંભની સુરક્ષા વ્યવસ્થાને લઈને ચિંતા વધી ગઈ છે. એટલે જ વિદેશમાં હાલમાં ખરાબ સ્થિતિને જોતા નિર્ણય લેવામાં આવ્યો છે કે તમામ આંતર-રાજ્ય સરહદો અને આંતર-જિલ્લા સરહદો પર કોઈપણ વ્યક્તિ, વાહન અથવા માલસામાનની તપાસ કર્યા વિના પ્રયાગરાજમાં પ્રવેશ કરી શકશે નહીં.

અત્યાધુનિક સાધનોની મદદથી ચેકિંગ અને ફ્રિસ્કિંગ કર્યા પછી જ પ્રવેશ આપવામાં આવશે. તાજેતરમાં, એડીજી ઝોન પ્રયાગરાજ ભાનુ ભાસ્કરની અધ્યક્ષતામાં મહાકુંભની તૈયારીઓને લઈને આયોજિત એક બેઠકમાં સંબંધિત ઝોન, રેન્જ, જિલ્લાઓ, જીઆરપીના અધિકારીઓની હાજરીમાં નક્કી કરવામાં આવ્યું હતું કે

મહાકુંભની તૈયારીઓ સંદર્ભે એડીજી ઝોન પ્રયાગરાજ ભાનુ ભાસ્કરની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં સંબંધિત ઝોન, રેન્જ, જિલ્લાઓ, જીઆરપીના અધિકારીઓની હાજરીમાં નક્કી કરવામાં આવ્યું હતું કે મધ્ય પ્રદેશના સતના અને રીવા અને આંતર-ઝોનલ સરહદી જિલ્લાઓ સહિત વારાણસી, કાનપુર, લખનઉ ઝોનના જિલ્લાઓની સરહદો પર દરેક વ્યક્તિ, વાહન અને સામાનનું સઘન ચેકિંગ કરવામાં આવે.

પ્રયાગરાજ આવતા-જતાં દરેક વાહનના ચેકિંગની સાથે પેટ્રોલિંગ અને સર્વેલન્સ કરવામાં આવે. દરેક ચેકિંગ પોઈન્ટ પર CCTV લગાવવામાં આવશે, જેની કામગીરી ઓકટોબર મહિનાથી શરૂ કરી દેવામાં આવશે. તેને કારણે આતંકવાદીઓ અને અપરાધીઓમાં ડરનો મહિલ ઊભો થશે.