July 1, 2024

PM કિસાન યોજનાનો લાભ પતિ અને પત્ની બંને મેળવી શકે?

PM Kisan Yojana: આપણો દેશ ખેડૂત પ્રધાન છે. ત્યારે સરકાર પણ અમુક યોજનાઓ ખેડૂતો માટે લાવતી હોય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કિસાન સન્માન નિધિ યોજનાના 16મા હપ્તાના પૈસા ખેડૂતોના બેંક ખાતામાં જમા કરી દીધા છે. વડાપ્રધાન કિસાન યોજના હેઠળ સરકાર ખેડૂતોના ખાતામાં દર ચાર મહિને 2000 રૂપિયા જમા કરે છે. ત્યારે સવાલ એ છે કે શું પરિવારમાં ખેડૂત પતિ અને પત્ની બંને યોજનાનો લાભ મેળવી શકે છે? આવો જાણીએ.

સત્તાવાર માહિતી નથી
કેન્દ્ર સરકાર ખેડૂતોના ખાતામાં દર ચાર મહિને 2000 રૂપિયા ખેડૂતોના ખાતામાં જમા કરે છે. જે વાર્ષિક રુપિયા 6,000ની આર્થિક સહાય પૂરી પાડે છે. હવે ખેડૂતો PM કિસાન યોજનાના 17માં હપ્તાની રાહ જોવે છે. ખેડૂતો પણ વિચારી રહ્યા છે કે આ હપ્તો કયારે આવશે. એક માહિતી અનુસાર ખેડૂતોને PM કિસાન યોજનાનો 17મો હપ્તો જૂનના અંત સુધીમાં અથવા જુલાઈની શરૂઆતમાં મળી શકે છે. જોકે આ વિશે કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.

આ પણ વાંચો: જાણો કેમ શનિવારે ખુલ્યું ભારતીય શેર બજાર?

ચકાસણી કરાવવી જોઈએ
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના નિયમો હેઠળ, એક પરિવારમાં ખેડૂત પતિ અને પત્ની બંને એકસાથે આ યોજનાનો લાભ મેળવવાને પાત્ર નથી. પરિવારના એક સભ્યને આ ફાયદો મળશે, આ લાભ જેના નામે જમીન છે તેને મળશે. વર્ષ 2019ના 4 ફેબ્રુઆરીના પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરવામાં આવી હતી. આ સાથે તમારે નિધિ યોજનાના 17મા હપ્તાનો લાભ મેળવવા માટે જમીનના રેકોર્ડ અને ઈ-કેવાયસી ચકાસણી કરાવવી જોઈએ.