November 24, 2024

વોટ્સએપમાં આવી રહ્યું છે ‘ફેવરિટ’ ફીચર

અમદાવાદ: સોશિયલ મીડિયાનો ઉપયોગ આજના સમયમાં દરેક લોકો કરે છે. તેમાં પણ WhatsApp તો લોકોની આદત બની ગઈ છે. WhatsApp છેલ્લા એક મહિનાથી નવા નવા અપડેટ લાવી રહ્યું છે. ત્યારે WhatsAppમાં ફરી નવું એક ફીચર આવી રહ્યું છે. જેના થકી યુઝર્સને મોટી સુવિધા મળશે.

ઉપયોગી ફીચર ઉમેરાશે
WhatsApp લોકોની આદત બની ગયું છે. દુનિયાભરમાં 2 અબજથી વધુ લોકો ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે WhatsApp પોતાના વપરાશકર્તાનું એટલું જ ધ્યાન રાખે છે કે તેમને નવા નવા ફીચર મળતા રહે. થોડા જ દિવસોમાં કંપની એક નવું બહુ જલ્દી નવું ઉપયોગી ફીચર ઉમેરવા જઈ રહી છે. થોડા દિવસો પહેલા જ કોલ નોટિફિકેશન, સ્ટેટસ નોટિફિકેશન જેવા WhatsAppના ઘણા ફીચર્સ વિશે માહિતી પ્રાપ્ત થઈ છે. હવે કંપની તેના પ્લેટફોર્મમાં ફેવરિટ નામનું એક નવું ફીચર રજૂ કરવા જઈ રહી છે.

આ પણ વાંચો: હવે વોટ્સએપમાં ફોટો અને વીડિયો ઈન્ટરનેટ વગર મોકલો!

ગૂગલ પ્લે સ્ટોરમાં નવું અપડેટ આવ્યું
Wabetainfoમાં આપેલી માહિતી પ્રમાણે Google Play Store પર ઉપલબ્ધ Android 2.24.9.33 અપડેટમાં ફેવરિટ ફીચર જાહેર કરવામાં આવ્યું છે. Webtainfoમાં આવનારા ફીચરને લઈને માહિતીની સાથે સ્ક્રીનશોટ પણ શેર કરવામાં આવ્યો છે. તે ટૂંક સમયમાં વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ કરવામાં આવશે.

શું ભારતમાં વોટ્સએપ બંધ થઈ જશે?
વોટ્સએપે દિલ્હી હાઈકોર્ટમાં મોટો દાવો કર્યો છે. જો તેમને તેમના મેસેજનું એન્ક્રિપ્શન ખતમ કરવાનો આદેશ આપવામાં આવે તો વોટ્સએપ સંપૂર્ણપણે બંધ થઈ શકે છે. જો અમને મેસેજના એન્ક્રિપ્શનને સમાપ્ત કરવાનું કહેવામાં આવશે, તો વોટ્સએપનું કામ પોતે જ સમાપ્ત થઈ જશે.