November 22, 2024

Gujarat Budget: નાણામંત્રીએ પ્રથમવાર પેપરલેસ બજેટ રજૂ કર્યું

ગાંધીનગર : વિધાનસભામાં ગુજરાતના નાણા પ્રધાન કનુ દેસાઈએ બજેટ રજૂ કર્યુ છે. બજેટમાં જણાવ્યુ છે કે, રાજ્યનો વિકાસદર 14.9 ટકા થયો છે. તેમજ અન્ય માહિતી પણ આપી છે. કચ્છના ધરતીકંપ પછી મોદીજીએ તેને જીવનવંતુ બનાવ્યુ છે. કચ્છ સમૃદ્ધ પ્રદેશ બન્યો છે. તેમણે જણાવ્યુ કે, વડાપ્રધાન મોદીની આપદાને અવસરમાં ફેરવવાની કુનેહ છે. વિધાનસભામાં 3 લાખ 32 હજાર 465 કરોડનું ગુજરાતનું બજેટ રજૂ કરવામાં આવ્યુ છે. યોજનાઓ માટે 1250 કરોડ રુપિયાની જોગવાઇ કરવામાં આવી છે.

આ વખતનુંં બજેટ ગુજરાતનું સૌથી મોટું બજેટ હતું. જેમાં અનેક પ્રજાલક્ષી જાહેરાતો કરવામાં આવી હતી. બજેટમાં નાગરિક પુરવઠા નિગમ હસ્તકના ગોડાઉન બાંધકામ કામગીરી માટે 25 કરોડની ફાળવણી કરાઈ હતી. ગુજરાત બજેટમાં NFSA લાભાર્થીઓને ખાદ્યતેલ આપવા 160 કરોડની જોગવાઈ કરાઈ છે. મનરેગા યોજના હેઠળ રોજગારી પુરી પાડવા 1309 કરોડની જોગવાઈ. ઓલિમ્પિક કક્ષાનું માળખુ, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય કક્ષાના રમતવીરો તૈયાર કરવા આયોજન કરાશે. પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ માટે 751 કરોડની જોગવાઈ. વડાપ્રધાન કૃષિ સિંચાઈ યોજના માટે 255 કરોડની જોગવાઈ. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના માટે 5 હજાર કરોડની જોગવાઈ તથા જુના પુલના પુનઃબાંધકામ,સમારકામ માટે 270 કરોડની જોગવાઈ કરાઈ છે.

બજેટની હાઇલાઇટ્સ

    • 3 લાખ 32 હજાર 465 કરોડનું બજેટ રજૂ
    • વિવિધ યોજનાઓ માટે રૂ.1250 કરોડની જોગવાઈ
    • નિર્મલ ગુજરાત સ્વચ્છતા માટે રૂ.1300 કરોડ ફાળવાયા
    • 3થી 5 વર્ષના બાળકો માટે પોષણક્ષમ આહારની વ્યવસ્થા
    • 8 હજાર નવી આંગણવાડીઓનું નિર્માણ
    • શૈક્ષણિક સહાય માટે નમો લક્ષ્મી યોજના લાગુ
    • 8 નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો
    • અમદાવાદ રિવરફ્રન્ટની લંબાઈ 38.2 કિમી

નાણામંત્રી કનુભાઈ દેસાઈ રજૂ કરતાં કહ્યું હતુ કે ગુજરાતે છેલ્લાં બે દાયકામાં સાતત્યપૂર્ણ વિકાસ કરી છે. જી. એસ.ડી.પી.માં ૧૪.૮૯%નો વિકાસદર હાંસલ કર્યો છે. વર્ષ ૨૦૦૦-૦૧માં દેશના જી.ડી.પી.માં રાજયનો ફાળો ૫.૧% હતો, જે આજે વધીને ૮.૨% થયો છે. આમ, ગુજરાત દેશના વિકાસમાં પોતાનો ફાળો ઉત્તરોત્તર વધારી, દેશના ગ્રોથ એન્જિન તરીકે પ્રસ્થાપિત થયેલ છે. રાજયની આ વિકાસયાત્રાના પ્રણેતા અને ગુજરાતના માનનીય વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીએ આઝાદીની શતાબ્દી એટલે કે વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા વિકસિત ભારત@૨૦૪૭ નું આહ્વાન કર્યું છે. વિકસિત ભારતના આ સંકલ્પનામાં ગુજરાત અગત્યનો ફાળો ભજવ્યો છે. દેશના આર્થિક અને સામાજિક વિકાસનું સુકાન સંભાળે તે માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળની અમારી સરકારનું ધ્યેય છે.
વધુમાં કહ્યું કે “એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય”ના સૂત્ર સાથે ભારતના નેતૃત્વમાં આયોજિત જી-૨૦ સંમેલનમાં વિશ્વ કલ્યાણ માટેની ભારતની પ્રતિબદ્ધતાનો સમગ્ર વિશ્વે સ્વીકાર કરેલ છે. આજે ભારત વિશ્વના આર્થિક વિકાસનું કેન્‍દ્રબિંદુ જ નહી, પણ સાચા અર્થમાં વિશ્વમિત્ર બન્યું છે. જી-૨૦ના વિવિધ કક્ષાના ૧૭ જેટલા કાર્યક્રમોનું આયોજન કરી, ગુજરાતે સમગ્ર વિશ્વને પોતાની આર્થિક અને સામાજિક સમૃદ્ધિ તેમજ સાંસ્કૃતિક વારસાનો પરિચય આપ્યો છે.

સંબોધનમાં નાણામંત્રીએ કહ્યું કે નાનકડી શરૂઆતથી પોતાની સફરના ૨૦ વર્ષ પૂર્ણ કરી વાઇબ્રન્‍ટ ગુજરાત ગ્લોબલ સમિટ આજે એક વિશ્વસ્તરીય પ્લેટફોર્મ તરીકે ઉભરી આવ્યું છે. વિનાશમાંથી વિકાસ, નિરાશામાંથી આશા અને આપદાને અવસરમાં ફેરવવાની પીએમ નેરેન્દ્ર મોદીની કુનેહના કારણે વાઇબ્રન્‍ટ ગુજરાત સમિટ આજે રાજયની એક વિશિષ્ટ ઓળખ બન્યું છે. અમૃતકાળની પ્રથમ એવી ૧૦મી વાઇબ્રન્‍ટ સમિટમાં ૪ દેશોના રાષ્ટ્રાધ્યક્ષો, ૪૦ દેશોના મંત્રીઓ, ૧૪૦થી વધુ દેશોના પ્રતિનિધિ મંડળો અને સંખ્યાબંધ ઉદ્યોગપતિઓએ ભાગ લઇ ગુજરાતની આ વિકાસયાત્રામાં જોડાવવાનો સંકલ્પ વ્યકત કર્યો છે, જે આપણા સૌ માટે આનંદની વાત છે.

ગુજરાતનું ‘સમૃદ્ધ’ બજેટ !

વિભાગ  કેટલી ફાળવણી (કરોડ)
શિક્ષણ 55,114 કરોડ
માહિતી, પ્રસારણ 384 કરોડ
સામાન્ય વહીવટ 2239 કરોડ
મહેસૂલ 5195 કરોડ
કાયદા 2559 કરોડ
ગૃહ 10,378 કરોડ
ક્લાઈમેટ ચેન્જ 1163 કરોડ
વન,પર્યાવરણ 2586 કરોડ
પ્રવાસન વિભાગ 2098 કરોડ
કુટુર ઉદ્યોગ 262 કરોડ
ઉદ્યોગ અને ખાણ 9228 કરોડ
સહકાર ક્ષેત્રે 1140 કરોડ
મત્સ્યોદ્યોગ 627 કરોડ
કૃષિ યુનિવર્સિટી 930 કરોડ
પાણી પુરવઠા 6242 કરોડ
જળસપત્તિ 11,535 કરોડ
બંદરો,વાહનવ્યવહાર 3858 કરોડ
માર્ગ,મકાન 22,163 કરોડ
ઊર્જા,પેટ્રોકેમિક્લ 8423 કરોડ
નવી બસો ખરીદવા 768 કરોડ
પ્રધાનમંત્રી આવાસ 751 કરોડ
મહિલા બાળ વિકાસ 6885 કરોડ
શહેરી વિકાસ,ગૃહ નિર્માણ 21,696 કરોડ
કાર્ડિયાક ટ્રીટમેન્ટ 40 કરોડ
સરકારી છાત્રાલય 255 કરોડ
મનરેગા રોજગારી 1309 કરોડ
પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ 12,138 કરોડ
યુવકસેવા,સાંસ્કૃતિક 122 કરોડ
ગ્રંથાલય,અભિલેખાગારો 116 કરોડ
રમતગમત ક્ષેત્રે 376 કરોડ
અન્ન, નાગરિક પુરવઠા 2711 કરોડ
આદિજાતિ વિકાસ 4374 કરોડ
ઓલિમ્પિક 376 કરોડ
કિસાન સૂર્યોદય 1570 કરોડ
PM JAY 3100 કરોડ
નમોશ્રી યોજના 750 કરોડ
સ્ટેચ્યુ ઓફ યુનિટી 150 કરોડ
એકતાનગર હોસ્પિ. ડિસ્ટ્રીક્ટ 300 કરોડ