November 24, 2024

સલમાન અઝહરી વિરૂદ્ધ અગાઉ પાંચ ગુના, પૂછપરછમાં થયા ચોંકાવનારા ખુલાસા

ATS - NEWSCAPITAL

જૂનાગઢમાં કથિત રીતે ભડકાઉ ભાષણ આપનાર મૌલાના મુફ્તી સલમાન અઝહરીની ગઇકાલે મહારાષ્ટ્રથી ધરપકડ કર્યા બાદ આજરોજ ગુજરાત લાવવામાં આવ્યો હતો. પોલીસે રવિવારે સાંજે મુફ્તી સલમાન અઝહરીને ઝડપી લીધો હતો. મુફ્તી સલમાન અઝહરીને મુંબઈના ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યો હતો અને આજે સવારે ટ્રાન્સફર વોરંટ દ્વારા મુંબઈથી ગુજરાત લાવવામાં આવ્યો હતો.

સલમાન અઝહરી વિરુદ્ધ અગાઉ પાંચ ગુના નોંધાઈ ચૂક્યા છે

ગુજરાત લાવ્યા બાદ મૌલાના મુફ્તી સલમાન અઝહરીની ATSએ પૂછપરછ શરૂ કરી હતી. પૂછપરછ દરમિયાન ATSને જાણવા મળ્યું કે, મૌલાના સલમાન અઝહરી વિરુદ્ધ અગાઉ 5 ગુના નોંધાઈ ચૂક્યા છે. સલમાન અઝહરી વિરુદ્ધ મુંબઈમાં ભડકાઉ ભાષણ અને રયોટિંગને લઈને ગુના નોંધાયા છે. વર્ષ 2014થી મૌલાના સલમાન અઝહરી ભડકાઉ ભાષણને લઈને વિવાદમાં આવ્યો હતો.  મૌલાનાના અલ અમાન એજ્યુકેશન વેલ્ફેર ટ્રસ્ટના બેંકના ખાતામાં રૂ. 9 લાખ હોવાનું પણ ATSને પૂછપરછમાં જાણવા મળ્યું છે. સલમાન અઝહરી અગાઉ પાકિસ્તાન ગયો હતો કે નહિ તેને લઈને પણ ગુજરાત ATSએ તપાસ શરૂ કરી છે. મૌલાના કોના કોના સંપર્કમાં છે તેની પણ ગુજરાત ATSએ તપાસ શરૂ કરી છે. મૌલાનાની કેટલીક ગતિવિધિ શંકાસ્પદ હોવાથી ATSએ તેના મોબાઈલની પણ તપાસ શરૂ કરી છે.  મૌલાનાના ટ્રસ્ટ અને પરિવારના બેંક એકાઉન્ટની પણ તપાસ શરૂ કરી છે. ટ્રસ્ટના પૈસાનો ઉપયોગ શું થતો હતો તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો : Weather Update : આગામી 24 કલાક રાજ્યમાં તાપમાન રહેશે સામાન્ય, આ શહેર સૌથી ઠંડુ

મોરબીમાં પણ એક કાર્યકમ હાજરી આપવાનો હતો

ગુજરાતમાં મૌલાના મોડાસા, કરછ બાદ જૂનાગઢમાં આવ્યો હતો. આગામી 14મી ફેબ્રઆરીના રોજ મૌલાના મોરબીમાં એક કાર્યકમ હાજરી આપવાનો હતો. મૌલાનાએ વ્યસન મુક્તિ કાર્યકમમાં જૂનાગઢ પાકિસ્તાનમાં સામેલ ન થયું હોવાનું આડકતરી રીતે ભાષણ કર્યું હતું. મૌલાના મૂળ કર્ણાટકનો છે અને મુંબઈમાં અમૃત કો. ઓપરેટિવ સોસાયટીમાં પરિવાર સાથે રહે છે. મૌલાનાએ વર્ષ 2008 થી 2011 સુધી ઇમસ્લામનો અભ્યાસ ઇજિપ્તમાં કર્યો હતો.