November 22, 2024

ભારતમાં પહેલીવાર હવે સ્કૂલોમાં ભણાવશે AI શિક્ષક

Artificial Intelligence Teacher: સમગ્ર વિશ્વમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)નું ક્ષેત્ર સતત આગળ વધી રહ્યું છે. AI ક્ષેત્રમાં દરરોજ નવા-નવા ફેરફારો થઈ રહ્યા છે. ભારતમાં પણ આ AI ક્ષેત્રમાં સતત પ્રગતિ થઈ રહી છે. માહિતી અનુસાર હવે ભારતમાં પણ શિક્ષણ ક્ષેત્રે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ થઈ રહ્યો છે. ભારતનું કેરળ રાજ્ય હવે આ ક્ષેત્રે પહેલું રાજ્ય બની ગયું છે જેમાં AIની મદદથી શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. આ માટે હ્યુમનોઇડ રોબોટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જનરેટિવ AI સ્કૂલ શિક્ષકનો છેલ્લા મહિનાથી સ્કૂલોમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. જે હવે વિદ્યાર્થીઓમાં પણ ખૂબ જ લોકપ્રિય બની ગયું છે.

કેરળના તિરુવનંતપુરમની KTCT હાયર સેકન્ડરી સ્કૂલમાં સાડી પહેરીને ભણાવતી મહિલા શિક્ષક રોબોટનું નામ ‘આઈરિસ (Iris)’ છે. તેમાં ઘણી વિશેષતાઓ છે. AI રોબોટ લાવનારી કંપની ‘MakerLabs Edutech’ અનુસાર ‘આઈરિસ’ માત્ર કેરળમાં જ નહીં પરંતુ દેશમાં પ્રથમ જનરેટિવ AI શિક્ષક છે. રિપોર્ટ અનુસાર આઇરિસ ત્રણ ભાષાઓમાં બોલી શકે છે અને વિદ્યાર્થીઓના મુશ્કેલ પ્રશ્નોના જવાબ આપી શકે છે. આઇરિસ નો નોલેજ બેઝ જે ChatGPT જેવા પ્રોગ્રામિંગથી બનેલ છે. અન્ય ઓટોમેટિક શિક્ષણ સાધનો કરતાં ઘણું વ્યાપક છે.

 

View this post on Instagram

 

A post shared by Maker Labs (@makerlabs_official)

AI સમાન જવાબો આપે છે
MakerLabs અનુસાર વિદ્યાર્થીઓને ડ્રગ્સ, સેક્સ અને હિંસા જેવા વિષયો પર માહિતી મેળવવાની તાલીમ આપવામાં આવી નથી. બીજી બાજુ મેકરલેબ્સના સીઈઓ હરિ સાગરે કહ્યું કે AI સાથે શક્યતાઓ અનંત છે. જ્યારે વિદ્યાર્થીઓ પ્રશ્નો પૂછે છે ત્યારે આઇરિસ માનવ પ્રતિભાવોના લગભગ સમાન જવાબો આપે છે. વધુમાં જણાવ્યું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સાથે શીખવું આનંદદાયક બની શકે છે. શાળાના આચાર્ય મીરા એમએનએ જણાવ્યું કે 3 હજારથી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી આ શાળાના આગામી શૈક્ષણિક સત્રમાં જનરેટિવ AI રોબોટ શિક્ષકોની સંખ્યા વધારવાની યોજના છે.