એસ. જયશંકરે 40 વર્ષ જૂની ઘટના કહી, પિતા ફસાયા હતા પ્લેન હાઇજેકમાં

Geneva: વિદેશ પ્રધાન એસ. જયશંકરે શુક્રવારે એક ચોંકાવનારી વાત કહી હતી. જેમાં તેમણે કહ્યું કે વર્ષ 1984માં પ્લેન હાઈજેક દરમિયાન તેમના પિતા પણ તેમાં ફસાઈ ગયા હતા. આ સમયે તેમણે આ સ્થિતિનો સામનો કેવી રીતે કર્યો તે એક અનોખો અભિગમ હતો.

IC814 ના હાઇજેક પર સવાલ
વિદેશ પ્રધાન એસ. જયશંકર જીનીવામાં એક કાર્યક્રમ સંબોધિત કરી રહ્યા હતા. ત્યારે તેમને કરવામાં આવેલા સવાલમાં તેમણએ પોતાના પિતાનો એક કિસ્સો શેર કર્યો હતો. આ કાર્યક્રમમાં તેમને 1999માં IC814ના હાઇજેક પર તાજેતરમાં રિલીઝ થયેલી વેબ સિરીઝ વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. આ સવાલનો જવાબ આપતા જયશંકરે કહ્યું, “એક યુવા અધિકારી તરીકે હું તે ટીમનો ભાગ હતો જે અપહરણના કેસનો સામનો કરી રહી હતી. બીજી બાજૂ હું પરિવારના એ સભ્યોમાં હતો જેઓ અપહરણ અંગે સરકાર પર દબાણ લાવી રહ્યા હતા.

આ પણ વાંચો: Port Blair હવે ‘શ્રી વિજયપુરમ’ તરીકે ઓળખાશે, અમિત શાહે કરી જાહેરાત

અંગત અનુભવ શેર કર્યો
જયશંકરે કહ્યું કે તેણે આ સિરીઝને જોઈ નથી. આ બનાવ અંગે તેણે પોતાનો અંગત અનુભવને શેર કર્યો હતો. જે સમયે એરલાઈનરને હાઈજેક કરવામાં આવ્યું હતું ત્યારે હું નાનો અધિકારી હતો અને ખાસ વાત તો એ હતી કે હું તે ટીમનો ભાગ હતો જે હાઈજેક કરવામાં આવેલા એરલાઈનરને બચાવવામાં લાગી હતી. મે મારી માતાને ફોન કર્યો હતો. મને ખબર પડી કે મારા પિતા એ વિમાનમાં હતા. વિમાન દુબઈમાં રોકાઈ ગયું. સારી વાત એ હતી કે કોઈનું મોત થયું ના હતું અને કોઈની સાથે ખોટું થયું ના હતું.