February 8, 2025

આચારસંહિતાની વચ્ચે માધ્મયિક અને ઉ.માધ્યમિક વિનીયમ માટે કમિટીની રચના, શાળા સંચાલકોમાં રોષ

અમદાવાદ: સ્થાનિક સ્વારાજની ચુંટણી આગામી સમયમાં યોજાવવા જઇ રહી છે અને આચારસંહિતા અમલમાં છે. ત્યારે ગુજરાત માધ્મયિક અને ઉચ્ચતર માધ્યમિક વિનીયમ બદલવા માટે સરકારે કમિટીની રચના કરી દેવાથી શાળા સંચાલકોમાં રોષ વ્યાપ્યો છે. શાળા સંચાલક મહામંડળનું માનવુ છે કે એક તરફ જ્યાં આચાર્ય અને શિક્ષકોની ભરતી પર રોક લવાગી દેવામાં આવી છે ત્યારે સરકારે વિનીયમ માટે કેમ 9 સભ્યોની રચના કરી તે સવાલ છે.

રાજ્યમાં પ્રાથમિક શાળાના નિયમો માટે પ્રાથમિક વિભાગ છે, પરંતુ માધ્મયિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે માધ્યમિક અને ઉ. માધ્યમિક બોર્ડની રચના કરવામા આવી છે પરંતુ હવે તેમાં શાળા સામે દંડાત્મક કાર્યવાહીની સ્પષ્ટતા વિનીયમોમાં ન હોવાને કારણે શાળાને રાહત મળતી હતી. ત્યારે શાળાઓ તેમાંથી છુટી ન જાય તે માટે તેને વિનીયમોમાં બદલાવ કરવા માટે સરકારે 9 સભ્યોની રચના કરી છે. જેમાં બેોર્ડના અધ્યક્ષ, ઉપાધ્યક્ષ અને સચિવ ઉપરાંત ડીઇઓનો સમાવેશ કરવામા આવ્યો છે. આ કમિટી દર 15 દિવસે મળીને આગામી 3 મહીનામાં નવા સુધારા સાથેનો રિપોર્ટ રજૂ કરશે અને તેને અમલી બનાવવામા આવશે પરંતુ જે રીતે બોર્ડે રચના કરી છે તેને લઇને શાળા સંચાલકોમાં રોષ છે.

સંચાલક મંડળનુ માનવુ છે કે આ કમિટીમાં શાળાના સંચાલકોને સ્થાન હોવું જોઇએ જે આપવામાં આવ્યું નથી. ઉપરાંત એક તરફ જ્યાં શાળાઓ આચાર્ય અને શિક્ષકો વગર ચાલી રહી છે. ત્યારે આચારસંહિતાનું કારણ હાથ ધરીને રોક લગાવવામા આવી છે. ત્યારે વિનીયમન કમિટી કેમ રચાઇ તે પ્રશ્ન સંચાલકો શિક્ષણ વિભાગને પુછી રહ્યા છે.