‘ફ્રી રેવડી અમેરિકા પહોંચી’: અરવિંદ કેજરીવાલે શેર કર્યો ડોનાલ્ડ ટ્રમ્પનો વીડિયો
Us Presidential Election: ભારતમાં લાંબા સમયથી ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષો દ્વારા મફત અને આકર્ષક યોજનાઓ એટલે કે ‘ફ્રી કી રેવડી’ની જાહેરાતને લઈને હોબાળો મચ્યો હતો. દિલ્હીના પૂર્વ સીએમ અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને આ મામલે ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો છે. જો કે હવે અરવિંદ કેજરીવાલે દાવો કર્યો છે કે ‘ફ્રી કી રેવાડી’ હવે અમેરિકા પહોંચી ગઈ છે. પોતાના દાવા સાથે અરવિંદ કેજરીવાલે અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પનો એક વીડિયો પણ શેર કર્યો છે.
Trump has announced that he will reduce electricity rates by half. Free ki revri reach US… https://t.co/IHxQ4AhXcA
— Arvind Kejriwal (@ArvindKejriwal) October 11, 2024
શું છે ટ્રમ્પના વીડિયોમાં?
હકીકતમાં રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન એક મોટી જાહેરાત કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે ચૂંટણી જીત્યા બાદ હું અમેરિકામાં લાઈટબીલ અડધું કરી દેશે. ડોનાલ્ડ ટ્રમ્પે પણ આ જાહેરાત કરતા પોતાનો વીડિયો શેર કર્યો છે.
કેજરીવાલે શું કહ્યું?
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ડોનાલ્ડ ટ્રમ્પે વીજળીના બિલના દર અડધા કરવાની જાહેરાત કરતા વીડિયો પર X પર ઝાટકણી કાઢી. અરવિંદ કેજરીવાલે આગળ લખ્યું- “ટ્રમ્પે જાહેરાત કરી છે કે તેઓ વીજળીના દર અડધા કરી દેશે. ફ્રી કી રેવડી અમેરિકા પહોંચી ગઇ છે.” નોંધનીય છે કે, દિલ્હીમાં પણ વર્ષ 2025ની શરૂઆતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.
અમેરિકામાં ચૂંટણી ક્યારે છે?
અમેરિકામાં 5 નવેમ્બરે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન થશે. ડેમોક્રેટિક પાર્ટી તરફથી વાઈસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર છે જ્યારે રિપબ્લિકન પાર્ટી તરફથી પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ મેદાનમાં છે. ટ્રમ્પે જાહેરાત કરી છે કે તેઓ 12 મહિનાની અંદર ઊર્જા અને વીજળીની કિંમત અડધી કરી દેશે. તેણે કહ્યું છે કે તે અમેરિકાની વીજળી ક્ષમતાને ઝડપથી બમણી કરશે. તેનાથી મોંઘવારી ઘટશે.