November 21, 2024

PHOTOS: ગુજરાતના કેવડિયાથી અરુણાચલના તવાંગ સુધી રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી

National Unity Day: કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ અરુણાચલ પ્રદેશના તવાંગમાં રન ફોર યુનિટીને લીલી ઝંડી બતાવી. તેમણે સરદાર વલ્લભભાઈ પટેલની ‘દેશ કા વલ્લભ’ પ્રતિમાનું પણ અનાવરણ કર્યું હતું. આ સાથે તવાંગમાં મેજર રાલેંગનાઓ બોબ ખથિંગ મ્યુઝિયમ ઑફ વીરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ તવાંગમાં સરદાર વલ્લભભાઈ પટેલની ‘દેશ કા વલ્લભ’ પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. આ દરમિયાન તેમણે મેજર રાલેંગનાઓ બોબ ખાથિંગ મ્યુઝિયમ ઓફ વેલોરનું પણ ઉદ્ઘાટન કર્યું.

કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે અરુણાચલ પ્રદેશના તવાંગમાં સરદાર વલ્લભભાઈ પટેલની ‘દેશ કા વલ્લભ’ અને મેજર રાલેંગનાઓ ‘બોબ ખાથિંગ બહાદુરી મ્યુઝિયમ’પ્રતિમાનું વર્ચ્યુઅલ અનાવરણ કર્યું હતું.

લોકસભાના મહાસચિવ ઉત્પલ કુમાર સિંહ, કોંગ્રેસના નેતાઓ જયરામ રમેશ, ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા, અજય માકન, દાનિશ અલી, બીજેપી નેતા સુબ્રમણ્યમ સ્વામી અને અન્ય નેતાઓએ નવી દિલ્હીમાં સરદાર વલ્લભભાઈ પટેલને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી હતી.

પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નર કે કૈલાશનાથન અને મુખ્યમંત્રી એન. રંગાસ્વામી પુડુચેરીમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની ઉજવણી દરમિયાન ફુગ્ગા છોડે છે.

PM નરેન્દ્ર મોદીએ કેવડિયામાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે યુનિટી ડે પરેડમાં ભાગ લીધો હતો.

કેવડિયામાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યુનિટી ડે પરેડની એક ઝલક.

કેવડિયામાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યુનિટી ડે પરેડ દરમિયાન BSF ડેર ડેવિલ્સે સ્ટંટ કર્યા હતા.

કેવડિયામાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યુનિટી ડે પરેડ દરમિયાન BSF ડેર ડેવિલ્સે જુદા જુદા સ્ટંટ કર્યા હતા. આ દરમિયાન પીએમ મોદી હાજર રહ્યા હતા.

પીએમ નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપી.

રાષ્ટ્રીય એકતા દિવસ પર, પીએમ મોદીએ ગુજરાતના કેવડિયામાં પરેડ સ્થળ પર હાજર તમામ લોકોને એકતાના શપથ લેવડાવ્યા હતા.