ફળને જો આ સમયે ખાશો થશે નુકસાન
Fruits: ફળ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. તમામ ફળ ફળોમાં મિનરલ્સ, કેલ્શિયમ, વિટામીન ડી, ફાઈબર અને વિટામીન ભરપૂર જોવા મળે છે. જેના કારણે બીમારીઓ દૂર રહે છે. પરંતુ તમે ફળનું સેવન યોગ્ય રીતે કરો છો? જો તમને ફળને યોગ્ય રીતે ખાવાની રીત ખબર નથી તો તમને નુકસાની પણ પહોંચી શકે છે. આવો જાણીએ કે કઈ રીતે ફળોનું સેવન ન કરવું જોઈએ?
કઈ રીતે ફળોનું સેવન ન કરવું જોઈએ?
તાજા ફળો અન્ય ખાદ્યપદાર્થો કરતાં હળવા અને પચવામાં ખુબ સરળ હોય છે. પરંતુ તમે ભારે ખોરાક સાથે ફળોનું સેવન કરો છો તમારે પાચનની સમસ્યા થઈ શકે છે. આપણા શરીરમાં અયોગ્ય રીતે પચાયેલ ખોરાક ઝેર સમાન છે.
ફળ ખાવાની સાચી રીત કઈ છે?
ફળો હંમેશા એકલા જ ખાવા જોઈએ. કોઈ પણ ભોજન સાથે ના ખાવા જોઈએ. જમ્યા પછી કે તરત ક્યારેય પણ ફળ ના ખાવા જોઈએ. ફળો ભોજનના 1 કલાક પહેલા અથવા 2 કલાક પછી ખાઈ શકાય છે. આ સાથે દૂધ સાથે કે પછી દહીં સાથે તમે ફળનું સેવન કયારે પણ ના કરો. પહેલો પ્રયત્ન એવો કરો કે તમે ફળ જ ખાવ. ફળનો રસ પીવાનો આગ્રહ ત્યારે જ રાખવો જ્યારે તમે વસ્તુઓ બરાબર ચાવી શકતા નથી. મોડી રાત્રે અથવા સાંજે ફળો ન ખાવા.
આ પણ વાંચો: સોમવાર-સ્નેહના બંધનના દિવસે ઉપવાસ નહીં તૂટે, બનાવો પેટ ભરાઈ જાય એવી વાનગી
દૂધ સાથે ન ખાઓ આ ફળો
જો તમને દૂધમાં મિક્સ કરીને ફળ ખાવાનું પસંદ હોય તો દૂધમાં માત્ર મીઠા અને પાકેલા ફળો જ મિક્સ કરો. સૂકા ફળમાં તમે ખજૂર, અંજીર, કિસમિસ સાથે લઈ શકાય છે. સ્ટ્રોબેરી જેવા ફળને દૂધમાં ભેળવવાનું ટાળો. ણા લોકો કેળાને દૂધમાં ભેળવીને ખાતા હોય છે. પરંતુ જ્યારે તમે તેનું દૂધ સાથે સેવન કરો છો ત્યારે પાચન અસર ધીમી પડે છે. તેથી બંનેને સાથે ન લેવા જોઈએ. દૂધ અને ફળોને અલગ-અલગ લેવા એ જ હેલ્ધી વિકલ્પ માનવામાં આવે છે.