July 5, 2024

ગાંધીનગર વહીવટી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ માટે બાઈક રેલીનું આયોજન

મલ્હાર વોરા, ગાંધીનગર: લોકસભા સામાન્ય ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ અર્થે અનેક કાર્યક્રમ યોજાઇ રહ્યા છે. જે અંતર્ગત આજે ગાંધીનગરના રામકથા મેદાન ખાતેથી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બાઇક રેલી ગાંધીનગર શહેરના વિવિધ સેકટર ખાતે ફરીને લોકો લોકશાહીના પર્વમાં લોકો જોડાય તેવી અપીલ કરી હતી.

લોકોને મતદાન માટે જાગૃત કરવામાં આવ્યા
દેશમાં લોકસભાની ચૂંટણી લઈને રાજકીય પક્ષો દ્રારા પ્રચાર લક્ષી તૈયારીઓ કરવામાં આવી રહી છે, પરતું દેશની તમામ લોકસભાની બેઠકમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે ચૂંટણી પંચ દ્રારા સતત પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ગાંધીનગર જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે ગાંધીનગર વહીવટી તંત્ર દ્રારા બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બાઇક રેલી ગાંધીનગર શહેરના વિવિધ સેક્ટરો સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ફરીને લોકોને મતદાન માટે જાગૃત કરવામાં આવ્યા હતા.

બાઇક રેલીને પ્રસ્થાન કરાવ્યા બાદ મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતી એ જણાવ્યું હતું કે, ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર દ્રારા મતદારોને મતદાન કરવા પ્રેરિત કરવા માટે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. માત્ર ગાંધીનગર જ નહીં પરતું રાજ્યના વિવિધ જિલ્લામાં આ પ્રકારની રેલીનું આયોજન કરવામાં આવશે, સામાન્ય રીતે ભૂતકાળમાં ગુજરાત રાજ્યમાં મતદાન સરેરાશ 60 થી 75 ટકાની આસપાસ જોવા મળે છે, પરતું મતદાનનો રેશિયો વધે 100 ટકા જેટલું મતદાન રાજ્યમાં થાય તે હેતુસર જન જાગૃતિના અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.