June 23, 2024

Gautam Gambhir ટીમ ઈન્ડિયાના કોચ બને તે પહેલા આપ્યા મોટા સંકેત

Gautam Gambhir: ભારતીય ટીમના મુખ્ય કોચ બનવાની રેસમાં ગૌતમ ગંભીર સૌથી આગળ જોવા મળી રહ્યા છે. આ દરમિયાન ગૌતમ ગંભીરે યો-યો ટેસ્ટ પર સવાલો ઉઠાવ્યા છે. ગંભીરે કહ્યું કે ટીમમાં જગ્યા બનાવવા માટે માત્ર ફિટનેસ જ માપદંડ ન રાખવો જોઈએ. તેમણે કહ્યું કે જો યો-યો ટેસ્ટના કારણે કોઈ ખેલાડીની ટીમમાં પસંદગી ન થાય તો મને નથી લાગતું કે આ પદ્ધતિ યોગ્ય કહેવાય.

મુખ્ય કોચ બની શકે છે
ગૌતમ ગંભીર ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ બની શકે છે. આ સંભાવનાઓ સાથે ચર્ચા થઈ રહી છે કે જો જો ગંભીર મુખ્ય કોચ બનશે તો શું યો-યો ટેસ્ટના નિયમો બદલાશે? હાલના કોચ રાહુલ દ્રવિડનો કાર્યકાળ સમાપ્ત થઈ જશે. T20 વર્લ્ડ કપ 2024 તેનો કાર્યકાળ સમાપ્ત થવાનો છે. ગંભીરે કહ્યું કે ફિટનેસ એક પરિબળ હોવું જોઈએ પરંતુ એ વાત માટે હું સહમત નથી કે અમારે ફિટ કહેવા માટે ફિટનેસ ટેસ્ટને પાસ કરવી જોઈએ. ફિટનેસનો સીધો સંબંધ ટ્રેનર સાથે હોવો જોઈએ.

આ પણ વાંચો: INDIA vs CANADA મેચ પર વરસાદનો ખતરો

થોડું અયોગ્ય છે
તેમણે કહ્યું કે જો યો-યો ટેસ્ટના કારણે કોઈ ખેલાડીની ટીમમાં પસંદગી ન થાય, તો મને આ પદ્ધતિ યોગ્ય નથી લાગતી. તમે ખેલાડીઓની પસંદગી તેમની પ્રતિભાની સાથે બેટિંગની કુશળતા અને બોલિંગની કુશળતાને આધારે કરો છો. કોઈ વ્યક્તિ યો-યો ટેસ્ટ પાસ ન કરે તો મને લાગે છે કે તે થોડું અયોગ્ય છે. ગંભીરે એક મીડિયા સાથેને વાતચિતમાં કહ્યું કે “મને ભારતીય ટીમનો મુખ્ય કોચ બનવું ગમ