June 25, 2024

ગૌતમ ગંભીર બનશે ટીમ ઈન્ડિયાના નવા મુખ્ય કોચ?

Gautam Gambhir:  ભારતીય ક્રિકેટ ટીમના નવા મુખ્ય કોચ માટેની ચર્ચા ઘણા સમયથી થઈ રહી છે. જોકે હવે BCCIની શોધ પુર્ણ થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. ગૌતમ ગંભીરનું નામ ભારતના કોચ બનવા માટે સૌથી આગળ છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે ગૌતમ ગંભીરનું નામ મોખરે છે તે ભારતીય ક્રિકેટ ટીમનો કોચ બની શકે છે.

નવા કોચની જાહેરાત
આવી સ્થિતિમાં નવા કોચની જાહેરાત 25 જૂનથી 30 જૂન સુધીમાં થઈ શકે છે. સૌથી વધારે આશા છે કે ગૌતમ ગંભીર ટીમ ઈન્ડિયાના નવા મુખ્ય કોચ બની શકે છે. આ 1લી જુલાઈ 2024થી 31મી ડિસેમ્બર 2027 સુધી ટીમ ઈન્ડિયાના કોચ પદ પર રહી શકે છે. નવા કોચ માટે આ તારીખ નક્કી કરી શકે છે. તમને જણાવી દઈએ કે ગંભીરે તાજેતરમાં જ કોલકાતા નાઈટ રાઈડર્સ માટે મેન્ટર તરીકે આઈપીએલ 2024નો ખિતાબ જીત્યો હતો.

આ પણ વાંચો: ઓસ્ટ્રેલિયા મેચ જીતતાંની સાથે જ આ ટીમનું ભાગ્ય ખુલ્યું

કેવો રહ્યો રાહુલનો કાર્યકાળ?
રાહુલ દ્રવિડ ભારતીય ટીમને એકપણ ICC ટ્રોફી અપાવી શક્યો નથી. ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપ 2022ની સેમીફાઈનલ, ODI વર્લ્ડ કપ 2023ની ફાઈનલ અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023ની ફાઈનલ રમી હતી. મહત્વની વાત એ છે કે તેના રાહુલના સમયમાં ટીમ ઈન્ડિયાને હારવાનો સમય જ આવ્યો હતો. હવે જોવાનું રહ્યું કે તે પોતાના અંતિમ દિવસોમાં ટીમ ઈન્ડિયાને ICC T20 વર્લ્ડ કપની ટ્રોફી કેમ અપાવી શકશે.