ખ્યાતિ હોસ્પિટલમાં બે ના મોતને લઈને ગેનીબેન ઠાકોરનું નિવેદન
Khyati Hospital: ખ્યાતિ હોસ્પિટલમાં બે ના મોતને લઈ ગેનીબેન ઠાકોરે નિવેદન આપ્યું છે. ગેનીબેને કહ્યું કે હોસ્પિટલ સામે કાર્યવાહી કરવામાં આવે. ભાજપ પર આક્ષેપ કરતા ગેનીબેને કહ્યું કે આવી હોસ્પિટલો બીજેપીના અને તેના મળતીયાઓની છે, જેની તપાસ કરવામાં આવે.
ગેનીબેન ઠાકોરે નિવેદન આપ્યું
આવતીકાલે વાવમાં ચૂંટણી છે. આ પહેલા ખ્યાતિ હોસ્પિટલને લઈને ગેનીબેન ઠાકોરે નિવેદન આપ્યું છે. ગેનીબેને ભાજપ પર આક્ષેપ પણ કર્યો છે. ગેનીબેન કહ્યું કે સરકાર વહેલી તકે આ મામલે કાર્યવાહી કરવા માંગ કરીએ છીએ. ગેનીબેને તપાસની માંગ કરી છે. તમામ કોંગ્રેસના નેતાઓ એક બાદ એક નિવેદન આપી રહ્યા છે. જેમાં તેઓ ખાસ કરીને ભાજપ પર આક્ષેપ કરી રહ્યા છે.
આ પણ વાંચો: સોમનાથના મેળામાં કેદીઓએ પીરસ્યા સ્વાદ, ભજીયાની કરાવે છે મોજ
શ્રદ્ધા રાજપૂતે આપ્યું નિવેદન
અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલમાં 2 દર્દીના મોતનો મામલે બીજેપી પ્રવક્તા શ્રદ્ધા રાજપૂતે નિવેદન આપ્યું છે. ખ્યાતિ હોસ્પિટલની બેદરકારીને લઈને શ્રદ્ધા રાજપૂતે જણાવ્યું છે કે રાજ્ય સરકારની સંપૂર્ણ મશીનરી કાર્યરત છે. સમગ્ર મામલે તપાસ સોપીં દેવામાં આવી છે. વધુમાં શ્રદ્ધા રાજપૂતે કોંગ્રેસ પર પણ નિશાન સાધ્યું છે.