ગીર સોમનાથ કોંગ્રેસમાં ભડકો, પ્રમુખના આક્ષેપ પર MLA વિમલ ચુડાસમાનો પલટવાર
અરવિંદ સોઢા, ગીર સોમનાથઃ ગીર સોમનાથ કોંગ્રેસ પ્રમુખે પોતાની જ પાર્ટીના ધારાસભ્ય પર બીજેપીને મદદ કરવાના આરોપ લગાવાયા બાદ વિમલ ચુડાસમાએ પલટવાર કર્યો છે. વિમલ ચુડાસમા અને કોંગ્રેસ પ્રમુખ વચ્ચેના મદભેદો સામે આવ્યાં છે.
ગઈકાલે ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કરશનભાઈ બારડે વેરાવળ કોંગી પાર્ટીના ધારાસભ્ય વિમલ ચુડાસમા પર ગંભીર આરોપ લગાવાયા હતા કે, વિમલ ચુડાસમાનું બીજેપીના સાંસદ સાથે સેટિંગ છે. બંને એકબીજાને ચૂંટણીમાં મદદ કરે છે. એટલું જ નહીં, લોકસભામાં કોંગ્રેસના ઉમેદવારને મદદ નથી કરી, આવા ગંભીર આરોપ બાદ વિમલ ચુડાસમાની પ્રતિક્રિયા સામે આવી છે.
વિમલ ચુડાસમાએ પલટવાર કર્યો છે અને કહ્યું કે, ‘કરશન બારડે આરોપ લગાવ્યા છે. મેં લોકસભામાં કોંગ્રેસની મદદ કરી છે, પરંતુ રાજેશ ચુડાસમા ચોરવાડના સ્થાનિક છે, જેના કારણે તેને મત વધુ મળ્યા છે. 2022માં કોંગ્રેસ પ્રમુખના ગામ મંડોરમાં વિધાનસભામાં 800માંથી 500મત bjpને મળ્યા કોંગ્રેસને 200 જ મત મળ્યા તો શું સમજવાનું કે કોંગ્રેસ પ્રમુખે બીજેપીને મદદ કરી હોય શકે. આ આરોપો પાયાવિહોણા છે. પાર્ટીને શું કરવું એ કરશન બારડ સલાહ આપે એ વ્યાજબી નથી.’