November 22, 2024

સતત પાંચમા દિવસે માધવરાયજીનું મંદિર જળમગ્ન, સરસ્વતી નદીમાં ઘોડાપૂર

ગીર સોમનાથઃ જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદ પડવાને કારણે સરસ્વતી નદીમાં ફરી એકવાર ઘોડાપૂર આવ્યા છે. ગીરના જંગલ સહિતના આસપાસના વિસ્તારમાં ભારે વરસાદ ખાબક્યો હતો.

સરસ્વતી નદીને કિનારે આવેલું માધવરાયજીનું મંદિર પણ સતત પાંચ દિવસથી જળમગ્ન છે. માધવરાયજીની પ્રતિમાની 7 ફૂટ ઉપર પાણી હી રહ્યા છે. ત્યારે હાલ વરસાદે વિરામ લેતા પાણી ઓસરવાની શરૂઆત થઈ ગઈ છે.

આ પણ વાંચોઃ ગુજરાત માથેથી ‘અસના’ વાવાઝોડાનો ખતરો ટળ્યો, પાકિસ્તાન તરફ ફંટાયું

હવામાન વિભાગની નવી આગાહી
રાજ્યમાં વાતાવરણને લઈ હવામાન વિભાગની આગાહી સામે આવી છે. તેમણે જણાવ્યું છે કે, ‘કચ્છ , દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જામનગરમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ જિલ્લામાં 70થી 80 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.’

ગુજરાત પરથી ચક્રવાતનો ખતરો ટળ્યો
ગુજરાતના માથે મંડરાયેલો વાવાઝોડાનો ખતરો ટળ્યો છે. આ વાવાઝોડું કચ્છને સ્પર્શીને પાકિસ્તાન તરફ ફંટાયું છે. ચક્રવાત હાલ 240 કિમી ભુજથી આગળ છે. ચક્રવાત પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. ચક્રવાત કરાંચીથી દક્ષિણ પૂર્વ તરફ 160 કિમી દૂર છે. ‘અસના’ નામનાં આ વાવાઝોડાને વિનાશક કે પ્રચંડ એવું નહીં, પણ દુર્લભ ગણાવાયું હતું.

રાજ્યમાં વાહનોના ક્લેઇમમાં 70 ટકાનો વધારો
ત્યારે રાજ્યમાં પડેલા ભારે વરસાદને કારણે વાહનોને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. પૂરની સ્થિતિને કારણે અનેક વાહનો બગડ્યાં છે. ત્યારે ટુ વ્હિલર અને ફોર વ્હિલરમાં મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. જેને લઈને ઇન્સ્યોરન્સ ક્લેઇમમાં 70થી 80 ટકા જેટલો વધારો નોંધાયો છે. પાણીમાં કાર ચાલુ કરવાથી કારને નુકસાન થાય છે. ત્યારે ઓટો એક્સપર્ટે આવું ન કરવાની સલાહ આપી છે.