November 22, 2024

સોળે કળાએ ખીલી ઉઠ્યો ગાગડીયા ઘુનાનો ધોધ

અરવિંદ સોઢા, ગીર સોમનાથ: ગીર સોમનાથ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાય દિવસોથી મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે. સૌરાષ્ટ્રના લગભગ મોટાભાગના જિલ્લાઓમાં મેઘતાંડવની સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે, ગીરમાં ભારે વરસાદને કારણે નદીઓ અને ધોધના આહલાદક દ્રશ્યો જોવા મળ્યા. ત્યારે ખોડિયાર મંદિરનો ગાગડીયા ઘુનાનો ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો છે.

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના સવની ગામ પાસે હીરણ નદીને કાંઠે આવેલા ખોડીયાર માતાજી મંદિર નજીક નદી પર નયનરમ્ય દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ભારે વરસાદ બાદ ગીરની નદીઓ વહેતી થઈ છે. તો ડેમો ભરાયા છે. સવની ગામ નજીક આવેલ ખોડિયાર મંદિરનો ગાગડીયા ઘુનાના ધોધનો નયન રમ્ય નજારો જોવા મળી રહ્યો છે. ગીરના સૌથી અદભુત નજારા પૈકીનો એક ગણાતો ખોડિયાર મંદિરમાં ધોધના રમણીય દ્રશ્યો જોવા મળ્યા છે. અહીં મોટા પ્રમાણમાં હીરણ નદીમાં કમલેશ્વર ડેમનું પાણી આવતા અદભુત દ્રશ્યો સર્જાયા છે.

આ ધોધની સાથે ખોડીયારમાના મંદિરના દર્શનનો પણ અનોખો મહત્વ છે. અહીંયા રવિવારે યાત્રિકોનો ઘસારો રહે છે. તેમજ આ ધોધને શીતલ નામની ઉપમા પણ આપવામાં આવી છે અને આ ધ્વજમાં કહેવાય છે કે મગર આવેલું હોય છે તે અમુક ચોક્કસ સમયે માતાના સ્વરૂપમાં દર્શન આપે છે અહીંયા ધાર્મિક તેમજ કુદરતી સૌંદર્યનું અદભુત નજારો જોવા મળે છે.