September 18, 2024

આ ફળ અને શાકભાજીની છાલ તમારા ચહેરા પર લાવશે ગ્લો

Glowing Skin Tips: દરેક લોકોને ત્વચાને સંબધિત કોઈને કોઈ સમસ્યા તો હોય જ છે. આ સિવાય લોકો આ સમસ્યાને દૂર કરવા માટે મોંઘા મોંઘા પ્રોડક્ટનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ તમારે આ મોંઘા પ્રોડક્ટ લગાવવાની જરૂર નથી. તમે શાકભાજી અને ફળોથી ત્વચાની સંભાળ રાખી શકો છો. તે પણ ફળ અને શાકભાજીની છાલથી. છાલનો ઉપયોગ પણ ત્વચાને સ્વસ્થ બનાવવા માટે કરી શકો છો.

નારંગીની છાલ
ઘણા લોકો ત્વચા સંભાળમાં નારંગીની છાલનો ઉપયોગ કરતા જોવા મળે છે. નારંગીની છાલને સૂકવીને તેનો પાવડર બનાવી દો. હવે આ પાવડરમાં તમે હળદર અને ગુલાબજળને મિક્સ કરી દો. આ ફેસ પેકને તમે અઠવાડિયામાં 2 વાર લગાવી શકો છો. જેનાથી તમારા ચહેરા પર ફોલ્લીઓ પણ ઓછી થાય છે અને રંગ પણ સુધરવા લાગે છે.

કેળાની છાલ
કેળામાં પોટેશિયમ, ફાઈબર, કેલ્શિયમ, આયર્ન, B6, વિટામિન સી જેવા પોષક તત્વો હોય છે. કેળાની છાલની અંદરની બાજુએ ચોખાનો લોટ અને મધ લગાવી દો. આ પછી તમે તેને ચહેરા પર મસાજ કરો. કેળાની છાલનો ઉપયોગ હાથ અને પગની ત્વચાના રંગને સુધારવા માટે પણ કરી શકાય છે.

આ પણ વાંચો: ફણગાવેલા મગને સવારે ખાલી પેટ ખાઓ, થશે આ ફાયદાઓ

પપૈયાની છાલ
પપૈયાનો ફેસ પેક ચહેરા માટે ઘણો લોકો બનાવતા હોય છે. તેની છાલમાં પણ પોષક તત્વો હોય છે. પપૈયાની છાલનો ફેસ પેક ત્વચાને ચમકદાર બનાવે છે. આ સાથે પપૈયાની છાલને સૂકવીને પાવડર પણ બનાવી શકો છો જેને જરૂર પડે ત્યારે તમે તેનો ઉપયોગ કરી શકો છો.

બટાકા અને કાકડીની છાલ
લોકોને આંખોની નીચે ડાર્ક સર્કલની સમસ્યા હોય તો તમે બટાકા અને કાકડીની છાલનો ઉપયોગ કરી શકો છો. આજના સમયમાં મોટા ભાગના લોકોને ડાર્ક સર્કલની સમસ્યા હોય છે જેને
કાકડી અને બટાકાની છાલનો ઉપયોગ કરી શકો છો.